હોમ
આધ્યાત્મિકતાનો ગ્રહ ‘કેતુ’
-
આધ્યાત્મિકતાનો ગ્રહ ‘કેતુ’
ચંદ્રના દક્ષિણ મધ્યબિદુંને કેતુ કહેવાય છે. કેતુનો અર્થ પ્રતિક કે ધ્વજ થઈ શકે. રાહુ ભૌતિક સૂચવે છે તો કેતુ આધ્યાત્મિકતા, ધર્મની ઉત્પત્તી અને ભૌતિકતાનું પરિવર્તન આત્માની શોધ તરફ થાય તેમ સૂચવે છે. કેતુ ભૌતિક સુખ માટે હાનિકારક અને આધ્યાત્મિકતા માટે લાભદાયક ગ્રહ છે. તે શોક, ખોટ વગેરે સર્જે છે જે આખરે વ્યકિતને પરમ ઈશ્વરની સમીપે લઈ જનાર ગ્રહ છે, કુશાગ્ર બુધ્ધી, સ્વતંત્રતા કલ્પનાશકિત, આંતરીક, સુક્ષ્મદૃષ્ટિ, ચિત્તભ્રમ (પાગલપણ), હથિયાર – શસ્ત્રોને લગતું કાર્ય, અર્દશ્યતા અને શારીરિક ક્ષમતાઓ સૂચવનાર ગ્રહ છે.
કેતુ તેના મસ્તક પર રહેલ રત્ન કેતારા સાથે વર્ણવવામાં આપ્યો છે. આ રત્ન રહસ્યમય પ્રકાશ પ્રસરાવે છે. કેતુનો ગ્રહ જૈમીની વંશના સાધુઓના કુંટુંબનો સભ્ય છે. કેતુનો ગ્રહ જ્ઞાન, સુરક્ષા, નશો, રોષ અને વેરભાવના સૂચવે છે. સર્પદંશમાં સર્પની બે ડંખની જીભ દેખાય છે, તેમાં એક બાજુ ઝેરની છે જે ચિતંભ્રમ (પાગલપણું) બતાવે છે, તેમ જ બીજી બાજુ અમૃત બતાવે છે જે અતિ આનંદ અને સજાગ્રતા દર્શાવે છે.ગ્રહોની શકિતની વાત કરીએ તો સૂર્ય પછી સૌથી વધુ તાકાત ધરાવનાર ગ્રહ રાહુ છે. રાહુ ચંદ્રના ઉત્તર મધ્યબિદુંમાં છે અને તે ગ્રહણ સમયે સૂર્યને ગળી જાય છે. કેતુ ભકતના ઘરમાં સમૃધ્ધી લાવે છે, સર્પદંશની અસર દૂર કરે છે, ઝેરથી સારું સ્વાસ્થ્ય, સંપત્તિ, ઢોર- ઢાંખરાનું સુખ અને સંપત્તિ- ધનને લગતી બધી જ બાબતોમાં ફાયોદ થાય છે. રાહુ અને કેતુને કારણે જ ચંદ્ર અને સૂર્યના ગ્રહણ થાય છે.
તેનો ધુમાડા જેવો ભુખરો રંગ વ્યકિતને તટસ્થ બનાવે છે. ત્વચાની તકલીફોન દુર કરે છે, તથા મંત્રતંત્રને લગતી બાબતોમાં પણ સક્રિયતા આપે છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com