વેળા કવેળવ સમજે નહિ ને વગર વિચાર્યું બોલે;
લાલો કહે છે માલાને, તે તણખલાને તોલે
જયાં ત્યા; ધામો નાખીબેસે,વગર બોલાવ્યો બોલે;
લાલો કહે છે માલાને, તે તણખલાની તોલે.
બધી વાતમાં ડાહ્યો થાવા, મોણ ઘાલીને બોલે;
લાલો કહે છે માલાને, તે તણખલાની તોલે.
કો’ક વાત કરે ત્યાં વચમાં પોતે બોલો;
લાલો કહે છે માલાને, તે તણખલાની તોલે.
વગર નોતરે જમવા જઈને, સારું નરરું બોલે;
લાલો કહે છે માલાને, તે તણખલાની તોલે.
કથામાં જઈ વચમાં બોલે, ડાહ્યો થઈને ડોલે;
લાલો કહે છે માલાને, તે તણખલાની તોલે.
ઘેર ઘેર જઈને ચીજો માગે, રાંક જેવો થઈને બોલે,
લાલો કહે છે માલાને, તે તણખલાની તોલે.