�
એન ઘેન, દીવા ઘેન,
ડાહીનો ઘોડો,
ખડ ખાતો,
પાણી પીતો,
રમતો-જમતો છૂટ્ટો!
હાથમાં લાકડી,
કમળ કાકડી,
જ્યાં દોડાય ત્યાં દોડજે,
એકને પકડી લાવજે,
ડાહીનો ઘોડો,
રમતો-જમતો છૂટ્ટો!