
કચ્છીઓનું નવું વર્ષ એટલે અષાઢી બીજ. કચ્છીઓ માટે કહેવાયું છે કે ધીંગી ધરા ના ધીંગા માડુઓ... દેશના પશ્વિમી વિસ્તારમાં આવેલો સરહદી જીલ્લો છે. સાંસ્કૃતિ, કળા, રિત-ભાત એમ દરેક બાબતે વિશિષ્ટતા ધરાવતા આ જિલ્લાનું નવું વર્ષ પણ વિશિષ્ટ હોય તે પણ એક વિશેષ બાબત કહેવાય. અષાઢ સુદ બીજ એ દેશના તમામ ખેડૂતો માટે સૂકનિયાળ ગણાય છે તે જ રીતે અષાઢી બીજ કચ્છના કચ્છીઓનું નવું વર્ષ ગણવામાં આવે છે. જેને લાગણી અને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે.
રાજવી સમયથી ઉજવાતા આ તહેવારની પરંપરા આજે કચ્છમાં જળવાઇ રહી છે. નાગર, બ્રાહ્મણ, જૈન, ગઢવી, ગોસ્વામી, વૈષ્ણવ, ખારવા સહિતના તમામ જ્ઞાતિના લોકો આ દિવસને એકબીજાને શુભેચ્છા પાઠવે છે તેમજ વડીલો પાસેથી આશિર્વાદ મેળવે છે. વર્તમાન સમયમાં તો લોકો મોબાઇ, તેમજ ઇન્ટરનેટ દ્વારા પણ લોકોને શુભેચ્છાઓ પાઠવે છે. જાણકારોનું કહેવું છે કે રાજાશાહી યુગમાં અષાઢી બીજના દિવસે સવારી પણ નિકળતી હતી. જે પ્રથા આજે નથી જળવાઇ. પરંતુ હા, નવા વર્ષની ઉજવણી નિમિત્તે જુદી - જુદી સંસ્થાઓ તેમજ મંડળો દ્વારા કચ્છમાં સ્નેહનિલનનું આયોજન
કરવામાં આવે છે. એક સમયે જ્યાં ૮૪ બંદરરના વાવટા ફરકતા એવા માંડવીના દરિયાકિનારે દર વર્ષે નવા વર્ષ નિમિત્તે મેળો ભરાય છે. કચ્છની બહાર વસતા કચ્છીઓ પણ પોતપાતાના શહેર કે દેશમાં અષાઢી બીજના દિવસને યાદ રાખી ઉજવણી કરતા હોય છે.