વૃક્ષ મહિમા શ્લોકો (વિવિધ પુરાણોમાંથી)
યઃ પુમાન રોપયેદ વૃક્ષાન્ છાયા પુષ્પફલોપગાન્ ।
સર્વસત્વોપભોગ્યાય સયાતિ પરમાં ગતિમ્ ॥ ૧ ॥
જે મનુષ્ય સર્વ પ્રાણીઓના ઉપભોગ માટે છાયા, ફૂલ અને ફળવાળા વૃક્ષો રોપે છે તે પરમ ગતિને પામે છે.
છાયાપુષ્પોગાત્રત્રિશત્ ફલપુષ્પદ્રુમાત્રસ્તથા |
રોપયિત્વા સશાખાત્રસ્તુ નરો ન નરકત્ર બ્રજેત્ ॥ ૨ ॥
છાયા-પુષ્પોવાળા તથા ફળ- પુષ્પોવાળા અને શાખાવાળા ત્રીસ વૃક્ષો જે મનુષ્ય રોપે છે તે નરકમાં જતો નથી.
દેવદાનવગન્ધર્વાઃ કિન્નરનાગગુહ્યકાઃ ।
પશુપક્ષીમનુષ્યા શ્ચ સંશ્રયન્તિ સદા દ્રુમાન્ ॥ ૩ ॥
દેવ, દાનવ, ગંધર્વો, કિન્નર, નાગ, યક્ષો તથા પશુ, પક્ષી અને મનુષ્યો પણ હંમેશાં વૃક્ષોનો આશ્રય લે છે.
પુષ્પૈઃ સરુગણાઃ સર્વે ફલૈશ્ચ પિતરઃ સદા ।
છાયયા યે મનુષ્યાસ્તુ પશુપક્ષિમૃગાસ્તથા ॥ ૪ ॥
ફૂલોથી સર્વ દેવો, ફળોથી પિતૃઓ અને છાયાથી મનુષ્યો, પશુ, પક્ષી વગેરે પ્રાણીઓ સંતુષ્ટ થાય છે.
પુષ્પોપગન્ધાંશ્ચ ફલોપગન્ધાન્ યઃ પાદપાન રોપયતે મનુષ્યઃ ।
સમૃદ્ધદેશે વરવેશ્મવેદ્યાં લભેદધિષ્ઠાનવરં સીવ્પ્ર ॥ ૫ ॥
ફૂલો અને ફળોથી સુગંધિત વૃક્ષો જે મનુષ્ય રોપે છે તે જ્ઞાનીપુરુષ સમૃદ્ધ દેશમાં ઉત્તમ ગૃ્હમાં નિવાસ કરીને મનોવાંછિત વરદાન પામે છે.
તસ્માત સુબહવો વૃક્ષા રોપયાઃ શ્રેયોડભિવાત્રચ્છતા।
પુત્રવત પરિપાલ્યાશ્ચ તે પુત્રાઃ ધર્મતઃ સ્મૃતાઃ ॥ ૬ ॥
એટલા માટે પોતાનું શ્રેય ઈચ્છનારાએ ઘણાં વૃક્ષો રોપવાં તથા તેઓનું પુત્રની જેમ પાલન કરવું કારણ કે ધર્મ પ્રમાણે વૃક્ષોને પુત્રો સમાન લેખવામાં આવ્યાં છે.
કિં ધર્મવિમુખૈઃ પુત્રૈઃ કેવલં સ્વાર્થહેતુભિઃ ।
તરુપુત્રા વરં યે તુ પરાર્થેકાનુવૃત્તય ॥ ૭ ॥
ધર્મવિહીન અને માત્ર સ્વાર્થમાં રાચનારા પુત્રોથી શું વળવાનું છે ? એના કરતાં તો વૃક્ષોરૂપી પુત્રો ઘણા ચડિયાતા છે.જેઓ એકમાત્ર પરમાર્થ-વૃત્તિનું જ પાલન કરે છે.
પત્રપુષ્પફલચ્છાયા- મૂલવલ્કલદારુભિઃ ।
પરેષામ્ ઉપકુર્વન્તિ તારયન્તિ પિતામહાન્ ॥ ૮ ॥
પત્ર, પુષ્પ, ફળ, છાયા, મૂળ,છાલ અને લાકડાંથી વૃક્ષો બીજાઓને ઉપકારી થાય છે અને પિતૃઓને તારે છે.
છેત્તારમ અપિ સંપ્રાપતં છાયાપુષ્પફલાદિભિઃ ।
પૂજ્યન્ત્યેવ તરવો મુનિવત દ્ભેષવર્જિતાઃ ॥ ૯ ॥
કોઈ કાપવા આવ્યો હોય તો પણ વૃક્ષો એનું છાયા, પુષ્પ ને ફળ વગેરેથી સ્વાગત કરે છે. ખરેખર વૃક્ષો તો મુનિઓની જેમ દ્વેષથી રહિત હોય છે.
તારયન્તિ ચ યે સમ્યક સર્વસ્યાતિથ્યદાયકાઃ ।
તસ્માત તે પુત્રવત સ્થાઢયા વિધિવત દ્ભિજપુડઃગવૈઃ ॥ ૧૦ ॥
સર્વેનો આતિથ્ય સત્કાર કરવાવાળા વૃક્ષો સાચી રીતે સહુનાં તારણહાર છે. માટે તેઓની વિધિપૂર્વક પુત્રવત્ બ્રાહ્મણ શ્રેષ્ઠોએ સ્થાપના કરવી જોઈએ.
છાયાવિશ્રામપાથિકૈઃ પક્ષીણાં નિલયેન ચ ।
ઔષધાર્થ તુ દેહિનામ ઉપકુર્વન્તિ વૂક્ષસ્ય પચ્ચયજ્ઞઃ સ ઉચ્યતે ॥ ૧૧ ॥
પથિકોને છાયા–વિશ્રામ, પક્ષીઓને માળો, પત્ર, મૂળ તથા છાલ વડે શરીરધારીઓને ઔષધ આપીને વૃક્ષો ઉપકાર કરે છે. વૃક્ષોનો આ પંચયજ્ઞ કહેવાય છે.
તસ્માન્ન ચ્છેદયેત વૃક્ષાન સપુષ્પફલવાન કદા ।
યદીચ્છેત કુલવૃદ્ભિશ્ચ ધનવૃદ્ભિ ચ શા શ્વતીમ્ ॥ ૧૨ ॥
માટે જો કુળની વૃદ્ધિ તથા ધનની વૃદ્ધિ કાયમ રહે એમ ઇચ્છતા હો તો ફૂલ- ફળવાળાં વૃક્ષોને કદાપિ કાપતા નહિ.
નગરોપવને વૃક્ષાન્ પ્રમાદાદ્ભિચ્છિનતિ યઃ ।
સ ગચ્છેન્નરકં નામ જૃમ્ભણં રૌદ્રદર્શનમ્ ॥ ૧૩ ॥
જો કોઈ મનુષ્ય પ્રમાદથી નગરનાં કે ઉપવનનાં વૃક્ષોને કાપે છે તે જૃમ્ભણ નામના ભયંકર નરકમાં પડે છે.
યથા સુપુત્રઃ કુલમુદ્ભરેદ હિ યથાતિકૃચ્છ્રનિયમપ્રયત્નાત્ ।
તથાત્ર વૃક્ષાઃ ફલપુષ્પયુક્તાઃ સ્વં સ્વામિનં નરકાદ ઉદ્ભરન્તિ ॥ ૧૪ ॥
જે રીતે સમસ્ત કર્તવ્ય બજાવીને અને નિયમ-પાલન કરીને સુપત્ર કુળનો ઉદ્ધાર કરે છે તેવી રીતે આ જગતમાં ફળ-ફૂલવાળાં વૃક્ષો પોતાના સ્વામીને નરકમાંથી તારે છે.
વસુધેતિ સુશીતેતિ પુષ્પદેતિ ધરેતિ ચ ।
નમસ્તે સુભગે નિત્યં દ્રુમોડ્યં વર્ધતામિતિ ॥ ૧૫ ॥
તુ દ્રવ્ય દેવાવાળી છે. અતિ શીતલ છે. પુણ્ય દેનારી છે અને સર્વને ધારણ કરનારી છે તેથી હે સુભગ પૃથ્વી ! તને નમસ્કાર. આ વૃક્ષની નિત્ય વૃદ્ધિ થયા કરો.
અસ્વથમેકમ્ પિકુમિન્દમેકમ્ ન્યોગ્નોદ્યમેકમ્ દશ પુષ્પજાતિઃ ।
દ્ભૈ દ્ભૈ તથા દાડિમામાતુલુંગે પંચ આમ્રોપિ નરકમ્ ન યાતિ ॥ ૧૬ ॥
જે મનુષ્ય એક પીપળો, એક લીમડો, એક વડ, દસ ફૂલના રોપ કે વેલ, બે દાડમડી, બે સંતરા અને પાંચ આંબા વાવે છે. તે નર્કમાં જતો નથી.
એતેષમ્ સર્વૃક્ષાણામ્ છેદનમ્ નૈવ કયેત ।
ચતુર્માસ્યે વિશેષણં બિના યજ્ઞોઘિકારણમ્ ॥ ૧૭ ॥
કોઈપણ વૃક્ષના છેદનને વખોડી કાઢવામાં આવે છે. યજ્ઞ વિધિઓને હેતુ સિવાય ખાસ કરીને ચોમાસા દરમ્યાન વૃક્ષો કાપવાં વર્જિત છે.
વૃક્ષાયુર્વેદ
વૃક્ષનું માહાત્મ્ય
બહુભિર્બત કિં જાતૈઃ પુત્રૈર્ધર્માર્થવર્જિતેઃ ।
વરમેકઃ પાથિ તરુર્યત્ર વિશ્રમતે જનઃ ॥
હે શિષ્ય ! ધર્મ અને અર્થ વિનાના ઘણા પુત્ર જન્મવાથી શું થયું ? એમના કરતાં માર્ગમાં એક વૃક્ષ હોય તો તે ભલું; કેમ કે ત્યાં મનુષ્ય વિશ્રામ લે છે.
વૃક્ષ રોપવાથી મળતું ફળ
ક્રીડારામં તુ યઃ કુર્યાદુદામફલસંયુતમ્ ।
સ ગચ્છેચ્છંકરપુરં વસત્તત્ર યુગત્રયમ્ ॥
ઉત્તમ પ્રકારનાં ફળ આપનારાં વૃક્ષોથી યુક્ત ઉદ્યાન બનાવનારો માણસ મૃત્યુ બાદ કૈલાસમાં જાય છે અને ત્યાં ત્રણ યુય પર્યંત રહે છે.
એતત્સર્વં પરિજાય વૃક્ષારોપં સમારભેત્ ।
ધર્માર્થકામમોક્ષાણાં દ્રુમેભ્યઃ સાધનં યતઃ ॥
એ સઘળું જાણીને વૃક્ષારોપણ કરવું; કારણ કે વૃક્ષો ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું સાધન છે.
અશ્વત્ગમેકં પિચુમન્દમેકં ન્યગ્રોધમેકં દશ ચિશ્ચિણીકાઃ ।
કપિત્થબિલ્વામલકં ત્રયં ચં પંચાંમ્રવાપો નરકં ન પશ્યેન્ ॥
જે માણસ એક પીપળો, એક લીંબડો, એક વડ, દશ આમલી, ત્રણ કોઠી, બીલી અને આમલી અને પાંચ આંબાના વૃક્ષો વાવે છે તે નરકને જોવા પામતો નથી.
વૃક્ષ માટે અયોગ્ય જમીન
વિષપાષાણવલ્મીકબિલદુષ્ટા તથોર્વરા ।
દુરોદકા શાર્કરિલા તરુભ્યો ન હિતા મહી ॥
વિષ, પાષાણ, સર્પ અને ઉંદરના રાફાવાળી, (ઊંડાં) છેટાં પાણીવાળી, રેતાળ અને ખારી જમીન વૃક્ષ માટે સારી નથી.
દિશા પરત્વે વૃક્ષરોપણ ફળ
ગૃહસ્ય પુર્વિદગ્ભાગે ન્યગ્રોધઃ સર્વકામિકઃ ।
ઉદુમ્બરસ્તથા યામ્યે વારુણ્યાં પિપ્પલઃ સ્મૃતઃ ॥
ઘરના પૂર્વ ભાગમાં વડ સર્વ કામના આપનારો છે.ઉમરો દક્ષિણમાં અને પીપળો પશ્ચિમમાં સર્વ કામના સિદ્ધ કરનાર છે.
વૃક્ષનો આશ્રય કોણ લે છે.
દેવદાનવગન્ધર્વઃ કિન્નરોરગરાક્ષસાઃ ।
પશુપક્ષિમનુષ્યાશ્ચ સંશ્રયન્તિ સદા તરુન્ ॥
દેવ, દાનવ, ગંધર્વ, ઉરગ-સર્પ, રાક્ષસ, પશુ, પક્ષી અને મનુષ્ય હંમેશાં તરુઓનો આશ્રય લે છે.
ઘર આગળ ઝાડ રોપવું નહિ
સર્વેષાં વૃક્ષજાતીનાં છાયા વર્જ્યા ગૃહે સદા ।
અપિ સૌવર્ણિકં વૃક્ષં ગૃહદ્વારે ન રોપયેત્ ॥
ઘર ઉપર સર્વ પ્રકારનાં વૃક્ષની છાયા વર્જ્ય છે. સોનાનું વૃક્ષ હોય તો પણ તેને ઘરના દ્વારમાં રોપવું નહિ.
ક્યું ઘર ઉન્નતિ ન પામે ?
બદરી કદલી ચૈવ દાડિમી બીજપૂરકમ્ ।
પ્રરોહન્તિ ગૃહે યસ્ય તદગૃહં નૈવ રોહતિ ॥
જે ઘર આગળ બોરડી, કેળ, દાડમ અને બિજોરું ઊગે છે, તે ઘર વૃદ્ધિ પામતું નથી.
ક્યાં ઝાડ ઘર આગળ રોપાય નહિ ?
પલાશાઃ કાગ્જનારાશ્ચ તથા શ્લેષ્માતકાર્જુનાઃ ।
કરંજાશ્ચેત્યમી વૃક્ષા ન રોપ્યા સુખિના ગૃહે ॥
સુખી માણસે પલાશ, કાંચનાર, ગુંદાનું ઝાડ, અર્જુન અને કરંજનાં વૃક્ષો ઘર આગળ વાવવાં નહિ.
કઈ દિશામાં વાડી કરવી નહિ ?
ન કુર્યુર્યામ્યનૈઋત્યાગ્નેયેષ્વપિ હિ વાટિકામ્ ।
અન્યથા કલહોદ્વેગૌ કષ્ટં વા લભતે ભૃશમ્ ॥
તેમજ ઘરની દક્ષિણે, નૈઋત્ય અને અગ્નિખૂણામાં વાડી બનાવવી નહિ. એમ કરવાથી ઘણો કલહ, કલેશ (ઉદ્વેગ) અને કષ્ટ પ્રાપ્ત થાય છે.
દિશા પરત્વે વાડીનું ફળ
તસ્માદ્રાજાં હિ શુભદં પુત્રસંનિધિવર્ધનમ્ ।
પશ્ચિમોત્તરપૂર્વેષુ ભવેદુપવનં કૃતમ્ ॥
પશ્ચિમ, ઉત્તર અને પૂર્વમાં કરેલી વાડી રાજાઓને પુત્ર અને વિપુલ સંપત્તિનું સુખ આપનાર અને સારું ફળ આપનાર થાય છે. વૃક્ષો ઊગે જ છે
નિધિદેવમહીપાનાં પ્રભાવાચ્ચાતિયત્નતઃ ।
અસાત્મ્યભૂમિ સંપન્ના અપિ સિધ્યન્તિ પાદપાઃ ॥
દ્રવ્ય, દેવતા અને રાજાના પ્રભાવથી પ્રતિકર્ળ ભૂમિમાં ઊગેલાં વૃક્ષો પણ ઊછરી જાય છે.
બીજ ક્યારે વાવવાં અને ઝાડ ક્યારે રોપવા ?
આષાઢે શ્રાવણે માસિ બીજાવપનરોપણે ।
ગ્રીષ્માદન્યત્ર વલ્લીનાં કે ચિદિચ્છન્તિ રોપણમ્ ॥
આષાઢ અને શ્રાવણ માસમાં જ બીજ વાવવાં અને વૃક્ષોને
એક સ્થળેથી બીજે સ્થળે રોપવાં. કેટલાક એમ કહે છે કે, ગ્રીષ્મઋતુ સિવાયની કોઈ પણ બીજી ઋતુમાં વેલાઓનું રોપણ કરવું.
વૃક્ષો રોપવા માટેનાં નક્ષત્રો
ધ્રૃવં મૃદુમૂલ વિશાખાગુરુમં શ્રવણસ્તથાશ્વિની હસ્તઃ ।
ઉત્કાનિ દિવ્યદગ્રમિઃ પાદપસંરોપણે ભાનિ ॥
ત્રણ ઉત્તરા, રોહિણી, અનુરાધા, ચિત્રા, મૃગશીર્ષ, રેવતી, મૂળ, વિશાખા, શ્રવણ, અશ્વિની અને હસ્ત-એ નક્ષત્રો દિવ્ય ર્દષ્ટિવાળા મુનિઓએ વૃક્ષારોપણ માટે કહેલાં છે.
વૃક્ષ કેવી રીતે રોપવું ?
શુચિર્ભુત્વા તરોઃ પૂજાં કૃંત્વા સ્નાનાનુલેપનૈ ।
રોપયેદ્રોપિતશ્ચૈવ પત્રૈસ્તેરેવ જાયતે ॥
પવિત્ર થઈ, રોપવા ધારેલાં વૃક્ષની સ્નાન અને ગંધાક્ષતથી પૂજા કરીને જો રોપવામાં આવે તો તે રોપાયેલું વૃક્ષ એ જ પત્ર સાથે ઊગી નીકળે છે.
દુર્ભિક્ષનો ભય કરનારાં વૃક્ષો
માતુલંગરજનીસંકટકાઃ, કિંશુકશ્ચ ગિરિકર્ણિકા સિતા ।
તિન્તિડીકાવિફલાક્ષની લિકા, કોવિદાર ઈતિભીતિદોગણઃ ॥
બિજોરું, મજીઠ, કાંટાવાળાં વૃક્ષો, કિંશુક, સફેદ અપરાજિતા, આંબલી, ફળ વિનાની અક્ષનીલિકા અને કાંચનાર એ બધાં ઈતિ (દુર્ભિક્ષ) નો ભય આપનારાં વૃક્ષો છે.
રોગને દૂર કરનારાં વૃક્ષો
ફલિન્યશોકપુંનાગશિરીષો નિમ્બચંમ્પ્કાઃ ।
મંગલ્યાઃ પ્રથમં રોપ્યા મલ્લાતશ્ચ ગદાપહઃ ॥
ફલિની, અશોક, પુન્નાગ-નાગકેસર, શિરીષ-સરસડો, લીંમડો, ચંપો એ વૃક્ષો પ્રથમ રોપવાં શુભ છે. ભિલામાનું વૃક્ષ પહેલું રોપવામાં આવે તો તે રોગ દૂર કરનાર છે.
કઈ દિશામાં ક્યું વૃક્ષ વાવવું ?
પુર્વસ્યાં કરમર્દવંશવિટપાઃ પારાવતા દ ક્ષિણાઃ।
કૌબૈર્યાં બદરીકપિત્થતરવો ધાત્રી ચ પશ્ચાચ્છિવા ॥
અન્યેચોત્તમમધ્યમાધમશિખા રોપ્યાઃ સ્વવર્ગેઃ સમં
કૃત્વાચાન્તરકં યથાયથમમી પત્રૈરુપર્યસ્પૃશઃ ॥
વાડીના પૂર્વ ભાગમાં કરમદાનાં વૃક્ષ, દક્ષિણમાં પારા વતના છોડ, ઉત્તરમાં બોરડીઓ ને કોઠીઓ અને પશ્ચિમમાં હરડેનાં વૃક્ષ વાવવાં. અન્ય ઉત્તમ, મધ્યમ, અધમ વૃક્ષને તેમના વર્ગના પ્રમાણના યથાયોગ્ય અંતરથી જેવી રીતે તેમના પત્રનો ઉપરથી સ્પર્શ થાય તેવી રીતે વાવવાં.