હોમ
તેજસ્વીતાનો ગ્રહ ‘શુક્ર’
-
તેજસ્વીતાનો ગ્રહ ‘શુક્ર’
વૈદિક જયોતિષશાસ્ત્રમાં શુક્ર તરીકે પ્રચલીત આ ગ્રહનો સંસ્કૃત ભાષામાં અર્થ
'તેજસ્વી' કે 'શ્વેત'થાય છે. તે પ્રથમ ક્રમનો લાભકર્તા ગ્રહ છે. શુક્રનો ગ્રહ જીવનસાથી પ્રેમ, લગ્ન, આરામ, ભોગવિલાસ, સૌદર્ય સમૃધ્ધિ, સુખ દરેક પ્રકારનું વાહનસુખ, કલા, નૃત્ય, સંગીત, અભિનય, આવેગ અને જાતિયસુખ (કામક્રિડા) નો સૂચક છે. તે ઔષધી તરીકે તથા મંત્રોચ્ચાર વગેરેમાં પણ વપરાય છે. પરાશરનામે વૈદીક ઋષિ શુક્ર વિષે લખે છે કે, “શુક્રનો ગ્રહ તેજસ્વી,અદભુત શરીર સૌષ્ઠવ વાળો, વ્યવસ્થામાં ઉત્તમ, પાણીદાર આંખોવાળો, કવિહ્રદય, ક્ષોભ- સંકોચ ન રાખે તેવો, વાંકડીયા વાળ વાળો અને શબ્દપ્રચુર- તોફાની મીજાજનો ગ્રહ છે. શુક્રની પ્રકૃતિ કફ (જળ) છે.”
શુક્રનો રંગ આછો સફેદ(ઓફ વ્હાઈટ) છે. તેનું રત્ન હીરો છે, ધાતુ તાંબું અને પ્લેટીમ છે. શુક્રની દિશા અગ્રિ છે તથા દિવસ શુક્રવાર છે. તેની પાકટ અસરો ૨૫ વર્ષની વચે થાય છે. તેને ખૂબ જ શુભફળદાયી ગ્રહ- દેવ માનવામાં આવે છે. તેનાં ભકતોને શુક્ર ઈન્દ્રીયો પર સંયમ રાખવાની કુશળતા આપે છે. તેનાં ભકતોને પ્રસિધ્ધી તથા આર્થિક સફળતા પ્રાપ્ત થાય છે. શુક્રવારના દિવસે શુક્રના ગ્રહને પુજવાથી લાભ થાય છે.
શુક્રનો રંગ આછો સફેદ (ઓફ વ્હાઈટ) છે. સફેદ રંગમાં વર્ણપદાના સાતે સાત રંગો રહેલાં છે. તેથી તેની અસર શરિરના બધાં જ તંત્રો પર થાય છે. આ જ રંગચિકિત્સા અને પ્રકાશ ચિકિત્સાનો આધાર છે.સફેદ રંગ મજબુતી આપનાર છે. તે સમ્રગ ઉર્જા તંત્રને સાફ- શુધ્ધ કરી પવિત્રતા બક્ષે છે. તે શુધ્ધતા,સદ્દગુણ અને આધ્યાત્મીકતા બક્ષે છે.
સફેદ રંગ પોષણ આપનાર છે. તાવ, ચેપી દર્દો, દુઃખાવામાં રાહત આપે છે. મન-હ્રદયને શાંતી આપી ચેતાઓ તથા સંવેદનાઓને સ્થિર કરે છે. તે સહાયકવૃતિ વધારે છે અને ચેતન આપે છે.
સફેદ રંગથી સર્જનશકિત ખુબ જ વધે છે.જયારે કયા રંગનો ઉપયોગ કરવો તેવી મુંઝવણ હોય ત્યારે સફેદ રંગની મદદ લઈ શકાય રંગ ચિકિત્સાની બેઠક (રોશન) ના અમંરભ અને અંત બંન્નામાં સફેદ રંગનો ઉપયોગ જરૂરી છે કારણકે તે વ્યકિતનાં ઉર્જાતંત્રને સ્થિરતા આપી સર્વાગી વેગ- સ્ફૂર્તિ આપે છે. કોઈ પણ રંગની અસરમાં વધારો કરીને તે સાવાર બેઠકને (સેશનને) વધુ અસરકારક બનાવે છે.
ખાસ સૂચનાઃ વધારે પડતો સફેદ રંગનો ઉપયોગ નિરાશા, સુસ્તી, અતિ- સંવેદનશીલતા, અટકાવ, અવરોધ વગેરેમાં વધારો કરે છે. તેની શ્રેષ્ઠ દિશા વાયવ્ય છે. શુક્રનો ગ્રહ વૃષભ અને તુલા રાશી સૂચવે છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com