હોમ
સત્તાનો ગ્રહ ‘ગુરુ’
-
બ્રુહસ્પતિના ગ્રહને વૈદિક જયોતિષ- શાસ્ત્રમાં ગુરુ અને દેવગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે. સંસ્કૃત ભાષનાં આ શબ્દોનો અર્થ શિક્ષક, પ્રકાશનાં દેવ અને દેવતાઓનાં શિક્ષક એમ થાય છે. ગુરુનો ગ્રહ સર્વોચ્ય કક્ષાનો પવિત્ર, શુભ અને ગ્રહોમાં શ્રેષ્ઠ લાભદાયી ગ્રહ છે. જેમ શુક્રનો ગ્રહ બ્રાહ્મણ જ્ઞાનીનો છે અને ભૃગુ વંશનાં સંતાનો અનુસરે છે તેમ જ ગુરૂનો ગ્રહ પણ બ્રાહ્મણ જ્ઞાતીનો છે અને બ્રાહ્મણ સંતાનો અંગીરસ વંશને અનુસરે છે ગુરૂનાં અનેક વિશેષણો છે, “સત્તાનો ગ્રહ”, “મનને કળી સેનાર” “પવિત્ર વાણીનાં દેવ” વગેરે.ગુરૂનો ગ્રહ ભાગ્ય સંપત્તિ, પ્રતિષ્ઠા, નસીબ, ભકિત વિશ્વાસ, આધ્યાત્મિકતા, દાન, નિતિવાન, ધ્યાન, મંત્ર, બાળક (બાળપણ), ન્યાય પ્રિય, મંત્રીપદ, વકીલાતનાં ગુણો, ન્યાયધીશનાં ગુણો અને ધર્મ તથા સરકારી નેતાઓ જેવાં લક્ષણોનો કારક છે.
ગુરૂનો ગ્રહ પવિત્ર ધર્મલેખો, ડાહપણ, પરોપકારી વૃતિ અને તત્વજ્ઞાનની દાર્શનીકતાનું પ્રતિક છે. ગુરૂના ગ્રહની પ્રકૃતિ કફ (જળ) છે. તેનો રંગ પીળો છે તથા તેનાં રત્નો પીળો નીલમ તથા પોખરાજ છે. તેની ધાતું સોનું છે. તેનો દિવસ ગુરૂવાર છે અને દિશા ઈશાન છે. તે અતિશય લાભદાયી હોવાથી બીજા ગ્રહોની સરખામણીએ તેની પાકટ અસરો ૯ વર્ષની વયે વહેલી જ થાય છે. ગુરૂ કે બૃહસ્પતિની પુજા દ્રારા પેટને લગતી માંદગીઓ, ભકતજનનાં પાપકર્મો વગેરે દુર થાય છે તથા સાથોસાથ શકિત પ્રાપ્ત થાય છે. શોર્યતા વધે છે, દિર્ધાયુ મળે છે. તે સંતાન વિહોણાંને સંતાન આપે છે. સારી વિધા પ્રાપ્ત કરવામાં પણ મદદરૂપ થાય છે. તેને દેવતાઓનો ગુરૂ, ધર્મ તથા વિશ્વનો રક્ષક અને સર્વોત્તમ અજોડ ગણવામાં આવે છે. તેને માયાળુ હ્રદયનો, ન્યાયનો પ્રવર્તક તથા લોકગુરૂ કહેવામાં આવે છે. તેના સંપૂર્ણ લક્ષણો તો વેદાભ્યાસથી જ જાણી શકાય. આ ગ્રહની પુજા માટે ગુરૂવારને શ્રેષ્ઠ વાર માનવામાં આવે છે. તે નક્ષત્રને લાગુ પડતી મીન અને ધનુ આ બે રાશીઓને શાસક છે.
ગુરૂનો રંગ પીળો છે. પીળો રંગ બૃધ્ધીનો રંગ છે તથા માનસિક સ્તર ઉચું લાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છ. તે મુંઝાયેલા મનને સ્પષ્ટ બનાવે છે, તે પાચનશકિત, કબજીયાત, આંતરડાનાં દર્દો, લીવરની તકલીફો, ડાયાબીટીસ અને ત્વચાની તકલીફો દુર કરવામાં મદદરૂપ થાય છે. તે આનંદની લાગણી સાથે જોડાયેલ રંગ છે અને તેથી જ સરળતાથી વિચારોને સ્પષ્ટતા બક્ષે છે. તે જાગૃકતા અને શુભ વિચારો આપે છે. તેની ચેતા તંત્ર પર ઘણી અસર પાડે છે અને ડાબા મગજ ને વધુ પ્રવૃત બનાવવામાં તે મદદરૂપ થાય છે. બાળકોમાં તે સમજણ શકિત અને ગ્રહણશકિત કેળવવામાં સહાયરૂપ બને છે. તેનો ઉપયોગ કાળજીપૂર્વક થવો જોઈએ કારણકે તે ખૂબ જ ઉત્તેજક રંગ છે. તેનો વધુ પડતો ઉપયોગ થાક અને સુસ્તીનો અનુભવ કરાવે છે.પીળા રંગની ઉર્જા મણીપુર ચક્રસાથે સંકળાયેલ છે, જે નિશ્ચય શકિત અને બુધ્ધીમત્તા સાથે સંકળાયેલ છે. આ રંગના ૐને મુકવા માટેની શ્રેષ્ઠ જગ્યા ઉત્તર તથા ઈશાન દિશામાં પડતી દિવાલ છે. ગુરૂનો ગ્રહ ઘનુ અને મીન રાશી સૂચવે છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com