નીચે પ્રમાણેના ગ્રહોની શાંતિ માટે તેના મૂળ વિધિગત રીતે રત્નો, નંગોની જેમ શરીરપર ધારણ કરવાથી લાભ થાય છે તેવાં શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે. નડતર ગ્રહ મુજબની વનસ્પતિના મૂળ દર્શાવ્યા પ્રમાણેના રંગના દોરા સાથે માંદળિયામાં કે અન્ય રીતે બાંધીને હાથના બાવળે કે જાણકાર જ્યોતિષ દ્વારા સુચવ્યા પ્રમાણે ધારણ કરવું. નવ ગ્રહોની વિધિપૂર્વકની પૂજા કરતી વખતે પૂજામાં ક્યાં રંગના ફૂલ વાપરવા તેનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે.
ક્રમ--ગ્રહનું નામ--પૂજા દરમ્યાન ક્યા રંગના ફુલ વાપરવામાં આવે
૧ ----સૂર્ય ---------લાલ રંગના ફૂલ
૨ ----ચંદ્ર ---------સફેદ રંગના ફૂલ
૩ ----મંગળ ------લાલ રંગના ફૂલ
૪ ----બુધ --------લીલા રંગના ફૂલ
૫ ----ગુરુ -------પીળા રંગના ફૂલ
૬ -----શુક્ર ------સફેદ રંગના ફૂલ
૭ ----શનિ -----લવિંગના ફૂલ
૮ ----રાહુ -------લવિંગના ફૂલ
૯ ----કેતુ -----લીલા રંગના (મરજા) ના ફૂલ
પીડાકારક કે નડતરરૂપ અશુભ ગ્રહો માટે રત્નોની જગ્યાએ જે જડીબુટ્ટીઓ વાપરી શકાય તેના નામ
|
અ.નં |
પીડાકારક ગ્રહનું નામ |
વપરાતું રત્ન |
જે જડીબુટ્ટી વાપરી શકાય તેનું નામ |
કેવા રંગના દોરામાં બાંધીને પહેરવું |
ક્યા દિવસે (વારે) ધારણ કરવું. |
ક્યા સમયે ધારણ કરવું. |
|
|
-- |
-- |
-- |
ગુજરાતી નામ |
શાસ્ત્રીય નામ |
-- |
-- |
-- |
|
૧ |
સૂર્ય |
માણેક |
બીલીનું મૂળ |
Aegle marmelos |
ગુલાબી રંગનો દોરો |
રવિવાર |
સવારે |
|
૨ |
ચંદ્ર |
મોતી |
(૧) ખીરણીમૂળ (રાયણ મૂળ) |
Manilkara hexandra |
સફેદ રંગનો દોરો |
સોમવાર |
સવારે કે રાત્રે |
|
૩ |
મંગળ |
પરવાળુ, મૂંગા |
(૧) અનંત મૂલનું મૂળ (ઘુરીવેલ/કાગડિયા) (૨) નાગ ફણી, નાગજીહવા,ઉપલસરી |
Hemi desmus indicus |
લાલ રંગનો દોરો |
મંગળવાર |
-- |
|
૪ |
બુધ |
પન્ના |
(૧) ત્રિધારા (૨)વિદારીકંદ |
Argyreia speciosa |
લીલા રંગનો દોરો |
બુધવાર |
સવારે અથવા વિજય મુહુરતમાં બપોરે |
|
૫ |
ગુરુ |
પોખરાજ |
(૧) કેળ (૨) ભારંગી (શ્વેત લક્ષ્મણા મૂળ) |
(1) Musa paradisiacal (2) Clerodendrun |
પીળો કે કેસરી રંગનો દોરો |
ગુરૂવાર |
-- |
|
૬ |
શુક્ર |
હીરો |
(૧) સુરપંખાનું મૂળ,મૂંજ (૨) એરંડી |
Saccharum benghalense Ricinus communis |
સફેદ રંગનો દોરો |
શુક્રવાર |
-- |
|
૭ |
શનિ |
નીલમ |
(૧) શમીવૃક્ષ (૨) નગોડ (નિર્ગુડી) (૩) રામબાણ છોડ મૂળ |
Prosopis cineraria Vitex negundo |
કાળા રંગનો દોરો |
શનિવાર |
સાંજે |
|
૮ |
રાહુ |
ગોમેદ |
(૧) સફેદ ચંદન મૂળ |
Santalum album |
નીલા કે લીલા રંગનો દોરો |
બુધવાર |
-- |
|
૯ |
કેતુ |
લસણિયો |
(૧) અશ્વગંધા મૂળ |
Withania somnifera |
આસમાની (વાદળી) રંગનો દોરો |
ગુરુવાર |
-- |
?