રાશિ અને નક્ષત્રો પ્રમાણે સૂર્ય, ચંદ્ર અને ગ્રહ મંડળનો પ્રભાવ મનુષ્યજીવન ઉપર થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં દાખલા જોવા મળે છે. આ પ્રભાવોમાં સાનુકૂળ પ્રભાવની વૃધ્ધિ થાય અને અનિષ્ટોનો પ્રભાવ ઓછો થાય તે સારુ જુદા-જુદા કિંમતી રત્નો શરીર ઉપર પહેરવા એવો ઉલ્લેખ છે. પરંતુ માણેક, મોતી, નીલમ ખરીદ કરવાનું બધાને પરવડતું નથી તો પછી સામાન્ય લોકોએ શું કરવું ? અનાદિકાળથી આનો વિચાર થયો હોવો જોઈએ. વૃક્ષોનું ભૌતિક અને આધ્યાત્મિક મહત્વ પૂર્વજોની જાણમાં હતું. વૃક્ષો રત્નોની જેમ અમૂલ્ય છે. રત્નોની ઉણપ છે તે વનસ્પતિ પૂરી કરી શકે છે, એવું એમનું દ્રઢ મંતવ્ય હતું. ગ્રહ પ્રભાવના સંદર્ભમાં વિશિષ્ટ વૃક્ષોના મૂળ શરીર ઉપર ધારણ કરવા એવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. વનવાસીઓ, દેવીપૂજકોજેવા પ્રકૃતિના સાનિધ્યમાં રહેતા લોકોના હાથે, ગળામાં, કમરમાં કે શરીર ઉપર વૃક્ષોના મૂળીયા તથા થડના ભાગ ઘણીવાર બાંધેલા જોવામાં આવે છે. આ પ્રથાનો ઉગમ જ્યોતિષશાસ્ત્રમાં આ સંકેતોમાંથી જ શોધવો પડશે. નબળા કે નડતરરૂપ ગ્રહોના પ્રભાવમાંથી મુક્ત થવા ચોક્કસ પ્રકારના મોંઘા ભાવના રત્નો વાપરવામાં આવે છે પરંતુ આ રત્નોને બદલે હાથવગી વનસ્પતિ જુદા-જુદા હેતુસર વાપરવાની માહિતી નીચે પ્રમાણે છે.
|
ગ્રહ |
રત્ન |
ધારણ કરવાની વનસ્પતિ/મૂળ |
હવન માટે વપરાતી વનસ્પતિ |
સ્નાનના પાણીમાં વાપરવાની વનસ્પતિ |
|
સુર્ય |
માણેક |
બીલી/બીલીના મૂળ
|
આંકડો/મંદાર/ રૂઈ (Calotropis gigantia) |
લજામણી/ મીંઢળ (Mimosa Pudice Xeromphis capsularis) |
|
ચંદ્ર |
મોતી |
રાયણ, ખિરણી
|
પલાશ / ખાખરો (Butea monosperma) |
કોષ્ટ /જુગ / ચંચુડો/ચુર (Corchorus capsularis) |
|
મંગળ |
પ્રવાળ, પરવાળુ |
નાગજીહ્યા/ઉપરસળી/ઉપલસરી (Hemidesmus indicus) |
ખેર / ખદીર
|
સામો
|
|
બુધ |
પન્ના, પાનુ |
વરધારા, મર્યાદવેલ
|
અઘેડો
|
ઘહૂંલા ( પ્રિયંગુ) ઉત્તર ભારતમાં થાય છે.(Callicarpa macropylla) |
|
ગુરૂ |
પુષ્કરાજ |
ભારંગી
|
અશ્વસ્થ / પીપળો (Ficus religiosa) |
મોથ/નાગરમોથ/ચીયો?(Cyperus rotundus) |
|
શુક્ર |
હીરો |
વાઘાટી
|
યક્ષદુરગ/ઉમરો/ઔદુંબર (Ficus racemosa) |
શિરીષ
|
|
શનિ |
નીલમ |
વારછોળ |
ખીજડો
|
હળદર
|
|
રાહુ |
ગોમેદ |
ચંદન/મલય ચંદન
|
દુર્વા
|
જંગલી નીલ/ગળી(Indigoferatincto- Ria ) |
|
કેતૂ |
વૈફર્ય, લસણિયું |
અશ્વગંધા/અસગંધ
|
ખસ/દાભડો/દર્ભ(Desmostachya bipinnata) |
લોપરા
|