હોમ
બુધ્ધીમત્તા જાગૃત કરનાર ‘બુધ’
-
બુધ્ધીમત્તા જાગૃત કરનાર ‘બુધ’
વૈદિક જયોતિષ શાસ્ત્રમાં બુધ તરીકે પ્રચલીત આ ગ્રહ આપણામાં જ્ઞાન અને અદ્દભૂત બુધ્ધીમત્તા જાગૃત કરે છે. બુધ જો શુભ ફળદાયી ગ્રહો સાથે સંયોજાયેલ હોય તો તે લાભકારક છે અને જો તે બુરૂ કરનાર ગ્રહો સાથે જોડાયેલ હોય તો તે હાનિકારક ગ્રહ સિધ્ધ થાય છે. બુધ ને ગ્રહ પતિ કે ગ્રહોના દેવ તરીકે ઓળખવામાં આવે છે. તેનામાં એવી કુશાગ્ર બુધ્ધી જ છે જે સારા- નરસા વચ્ચેનો ભેદ ખુબ જ સાચી રીતે અને સ્પષ્ટતા પૂર્વક પારખી શકે છે. તેની બૃધ્ધી ક્ષમતા ચિરંતન અને તટસ્છ છે અને તેથી તે જેની સાથે જોડાયેલ હોય તેના જેવો થઈને રહે છે. તે વર્તન વ્યવહારમાં કુશળ ગ્રહ છે. બુધ બુધ્ધીમતા, વ્યાપારચાતુર્ય, શિક્ષણ સંવાદ સાધવામાં નિપૂણતા, લેખનકાર્ય,શાણપણ, પંડીત્ય, રમુજવૃતિ અને જયોતિષશાસ્ત્રમાં નિપુણતા સૂચવે છે. પારાશર નામે વેદઋષિએ બુધ વિષે લખ્યું છે કે બુધનો દેખાવ ખુબ જ આકર્ષક છે. તેનું શરીર સૌષ્ઠવ સુંદર છે. તેનામાં એક શબ્દના અનેક અર્થ કરીને બોલવાની ચતુરાઈ છે, તથા તેને રમુજ કરવામાં આનંદ આવે છે.
તેની પાકટ અસરો ૩૨ વર્ષે થાય છે. ચંદ્ર અને બુધ વચ્ચે શત્રુતા છે, અને તેની પાછળ પણ ગુઠ સત્ય રહેલું છે.ચંદ્ર તેનાં અવલોકનોમાં નિર્દોષ છે જયારે બુધ મુલ્યાંકન પૂર્વક અને ભેદભાવ પારખીને અવલોકન કરનાર ગ્રહ છે. બુધને શાણપણનો ભંડાર ગણવામાં આવે છે. તે મનમાંથી બધાં જ ખરાબ વિચારોને દુર કરે છે. સાક્ષાત્કાર કરનાર જ્ઞાનીઓમાં બુધ મુખ્ય છે. તેની સુંદરતા તથા સામ્યતાને કારણે તેને વિષ્ણુરૂપી કહેવામાં આવે છે.આ ગ્રહની જો બુધવારે પુજા કરવામાં આવેતો એક સાથે ઘણાં બધાં લાભ સાથે જ મળે છે. અવરોધો દુર કરવામાં, સંતાન પ્રાપ્તીમાં, ફળદ્રુપ જમીન ની માલીકી મેળવવામાં વગેરેમાં બુધનો ગ્રહ સહાયરૂપ બને છે. તેની પ્રકૃતિ વાત- વાયુ છે. બુધનો રંગ લીલો છે અને રત્ન પન્નો છે. બધી જ મીશ્રધાતુ બુધની ધાતુ કહી શકાય. તેનો દિવસ બુધવાર છે અને દિશા ઉત્તર છે.
બુધનો રંગ લીલો છે. તે સંવાદીતા અને સમતુલાનો રંગ છે. તે થાક દુર કરે છે અને હ્રદયને મદદરૂપ થાય છે. સંવેદનાઓને સંતુલન બક્ષીને સ્વસ્થતા મેળવવામાં પણ આ રંગ ઉપયોગી બને છે. તે સામાન્યતઃ સુવાણકર્તા રંગ છે, અને દરેક પ્રકારના કોશોની વૃધ્ધીમાં મદદરૂપ થાય છે. લીલો રંગ સ્ત્રીઓ માટે લાભદાયી છે કારણકે તે મનને સ્થિરતા અને શાંતિ બક્ષે છે. તેનો વધુ પડતો ઉપયોગ નકારાત્મક અસર કરે છે. પૃથ્વીના બીજા વિશ્વનો રંગ પણ લીલો છે, જેમાં પ્રકૃતિ, ફળરૂપતા અને જીવન ઉપયોગી શાકભાજી- ફળફળાદી- અન્ન વગેરે સમાવિષ્ટ છે. આ રંગની ઉર્જા નવજીવન, તાજગી, સર્જન અને સ્પષ્ટતાની ભાવના આપે છે. આત્માનું કેન્દ્ર- હ્રદય છે અને હ્રદય જ આપણા જીવન સાથી સાથે આપણું મિલન યોજે છે. ખાસ વિશેષ બાબત એ છે કે લીલો રંગ પ્રેમની ઉર્જાને આશ્રય આપે છે, જે જીવનનો મહત્વનો સિધ્ધાંત પાયો છે. મિત્રો, પ્રિયજન, કુંટુંબના સહવાસથી હ્રદય શકિતમાં વધારો થાય છે. પીળા અને વાદળીના સંયોજનથી બનેલો આ રંગ સમન્વય સૂચવે છે. તે હળવા ઘેનની અનુભૂતિ કરાવે છે. હતાશા, ફલુ, તાવ તરીયાનાં, શરદી, મેલેરીયા, ચાંદા અને જાતિય તકલીફોની ચિકિત્સા માટે ઉપયોગમાં લેવાય છે. તે દૃષ્ટિને રક્ષે છે. તે રોગ રાહક અને મંદ રંગ હોવાથી ઉશ્કેરાણી વાળા મનને શાંત કરવામાં રામબાણ ઈલાજ છે. મોટા રોગોમાં તેનો ઉપયોગ ન કરવો કારણકે તે વૃધ્ધીનો રંગ હોવાથી વાત વણસી જવાનો ભય રહે છે. તેનું ચક્ર અનાહત્ ચક્ર છે. બુધનો રંગ લીલો અને દિશા ઉત્તર છે. બુધનો ગ્રહ મીથુન અને કન્યા રાશીનો સૂચક છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com