વિસ્તાર
ઉત્તર ભારતમાંના સદાપર્ણી સાલવૃક્ષ મુખ્ય ઇમારતી લાકડું આપનાર વૃક્ષ છે. રેલ્વેનાં? સ્લીપર આ વૃક્ષમાંથી બનાવવામાં આવે છે. ઉત્તર ભારતમાં ઉત્તર પ્રદેશ, ઉતરાંચલથી લઈને છેક આસામ સુધીના ભાગોમાં આ વૃક્ષ જોવા મળે છે.
મહત્વ અને ઉપયોગીતા
આ ઝાડમાંથી મળતાં રાળ (રોઝીન) ને કારણે તેને રાળવૃક્ષ એવું બીજું નામ અપાયેલ છે. રાળનો મલમ હાડકા સુધીના ઊંડા ઝખમ ઉપર ઘણો ગુણકારી છે. દઝાયેલા ભાગ પર રાખ અને કોપરેલ તેલનો મલમ ઉત્તમ ગણાય.
નક્ષત્રમાં સ્થાન
"મૂળ" આ નક્ષત્રના આરાધ્ય વૃક્ષ તરીકે સાલને ગણવામાં આવે છે.