વિસ્તાર
આ મધ્યમ કદનું સદા લીલુ વૃક્ષ હિમાલય, નેપાળ, ઉત્તર પૂર્વ ભારતમાં, દક્ષિણ વિસ્તારમાં આદાંમાનમાં ૧૫૦૦ મીટર સુધીના પ્રદેશમાં મળી આવે છે.
મહત્વ અને ઉપયોગીતા
નાગકેસરના ઝાડ સદાય લીલાછમ, સુંદર, મધ્યમ પ્રમાણના અને ગોળ, સીધા, ભૂખરા રંગના, ચીકણા થડવાળા થાય છે. પુષ્પોના પુંકેસરનેજ નાગકેસર કહે છે. ઔષધિરૂપે તે જ વપરાય છે આકર્ષક પાંદડાથી, ભરપૂર એવા ફૂલના વૃક્ષો દેવાલયના પરિસરમાં ઉગાડમાં આવે છે. બગીચાઓમાં રસ્તાની બંને બાજુએ આ શોભાદાયક વૃક્ષો તરીકે તેને ઉગાડવામાં આવે છે. આ વૃક્ષનું લાકડું અતિશય મજબુત છે. તેથી આ આર્યન વુડ તરીકે પણ ઓળખાય છે.
નક્ષત્રોમાં સ્થાન
"આશ્લેષા", "વિશાખા" અને "અનુરાધા" આ ત્રણેય નક્ષત્રોનું આરાધ્ય વૃક્ષ નાગકેસર છે. ત્રણે નક્ષત્રોના દેવતા અનુક્રમે નાગ, ઇન્દ્ર અને સૂર્ય છે. નાગકેસરના વૃક્ષના ફુલ, પૂંકેસર અને વૃ્ક્ષ એમ વિવિધ ભાગોનો નિર્દેશ અલગ-અલગ નક્ષત્રો માટે કરેલ હોવાની શક્યતા છે.