વિસ્તાર
પીપરના ઝાડ ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ પ્રજાતિના જંગલો અને રસ્તાઓના કિનારે ખાસ થાય છે. આ સિવાય તે બંગાળ, મધ્ય ભારત તથા હિમાચલ પ્રદેશમાં થાય છે.
મહત્વ અને ઉપયોગીતા
સાધારણ રીતે પિપળા જેવું પીપલી અથવા પાયરવૃક્ષ છે. આના ઔષધિય ગુણધર્મ પીપળો અને વડ જેવા જ છે. દાઝવાથી થયેલ ઘા પીપલીના છાલના ઉકાળાથી ધોવાથી શુધ્ધ થઈને જલ્દી સારા થાય છે.
નક્ષત્રમાં સ્થાન
પીપલી "ઉત્તરા ફાલ્ગુની" નક્ષત્રનું આરાધ્ય દેવતા છે. આ નક્ષત્રની અસરવાળા વ્યક્તિઓને પીઠના રોગ, મગજના વિકાર, રક્તસ્ત્રાવ વિગેરે થઈ શકે છે.