વિસ્તાર
આ વૃક્ષ ભારતમાં બધે ઉગાડવામાં આવે છે. વૃક્ષ ફેલાવાવાળુ તથા ઝડપથી વધતુ હોઇ ઘાટી છાયા આપનાર છે.
મહત્વ અને ઉપયોગીતા
હિંદુ અને બૌધ્ધ ધર્મમાં આ વૃક્ષને પવિત્ર માનીને તેની પૂજા કરવામાં આવે છે. કુમળા પાંદડા, કળીઓ તથા ફળોનો ઉપયોગ દુષ્કાળમાં ખોરાક તરીકે પણ થાય છે. ફળ પક્ષીઓનો ભાવતો ખોરાક છે. પાંદડા જાનવરો માટે ઉત્તમ ચારો છે. લાકડાનો ઉપયોગ પાટીયા બનાવવામાં થાય છે. પીપળાના કુમળા પાંદડા, છાલ વિગેરે ઔષધિમાં વાપરવામાં આવે છે. ખરજવું અને ચામડીના રોગોમાં પીપળાની છાલ ગુણકારી ઔષધ છે.
નક્ષત્રમાં સ્થાન
"પુષ્ય" નક્ષત્ર અત્યંત શુભ માનવામાં આવે છે. ગુરુ પુષ્યામૃત અગર અમૃતસિદ્ધ યોગમાં સોનું, ઘરેણા ખરીદી કરવાની પ્રથા છે. આવા આ શુભ નક્ષત્રનું આરાધ્ય વૃક્ષ, અત્યંત શુભ પીપળાનું વુક્ષ છે. પુષ્ય નક્ષત્રના પ્રભાવવાળી વ્યક્તિઓ કદાચ આ વૃક્ષોની જેમ ધીરજવાન, ગંભીર, આધ્યાત્મિક હોવાથી તેમને માટે આને આરાધ્ય વૃક્ષ ગણ્યું હશે.