વિસ્તાર
શીમળાના વૃક્ષો સમગ્ર ભારતભરમાં થાય છે.
મહત્વ અને ઉપયોગીતા
કાંટા સાવરનું પર્ણ વગરનું વૃક્ષ ઉનાળામાં સંપૂર્ણ રીતે ફાલે છે. શીમળાના વૃક્ષ પ્રમાણે ડાળીઓની રચના આકર્ષક હોય છે. વિવિધ ભાગોનો ઉપયોગ ઔષધિરૂપે થાય છે. લાલ રંગનો ગુંદર, કઠણ, પુષ્ટીકારક, બુધ્ધિપ્રદ તથા ઠંડો છે. થડ પરના કાંટા ખીલની સારવારમાં ઉપયોગી છે. શીમળાનું નરમ લાકડું, દીવાસળીની પેટી, પેકીંગ ઉદ્યોગ અને પ્લાયવુડ ઉદ્યોગમાં ઉપયોગી છે.
નક્ષત્રમાં સ્થાન
"જ્યેષ્ઠા" નક્ષત્રના પ્રભાવવાળી વ્યક્તિઓએ શીમળા વૃક્ષને આરાધ્ય દેવતા ગણવા.