હોમ
જયશંકર સુંદરી
-
સજીવ અભિનયથી લોકહૈયા ડોલાવનાર, નાટ્યકલાના આજીવન સાધક જયશંકર ભોજકનો જન્મ વિસનગરમાં થયો હતો. બાળપણથી જ નાટકની રઢ લાગતા ભણતરમાં એમનો જીવ જરાય ખૂંચ્ય નહીં. નવ વર્ષની વયે હઠાગ્રહ કરીને એમણે નાટકમાં એ જમાનામાં અનેક મુસીબતો વેઠીને અભિનય તાલીમ શીખી લઈને, એમણે નાટકમાં નાની-મોટી ભૂમિકા ભજવવા માંડી. ૧૨ વર્ષની ઉંમરે સૌ પ્રથમ સ્ત્રીની ભૂમિકા કરી, તે બદલ તેમની એટલી તો વાહ વાહ થઈ ગઈ કે તે નાટકે તેને ‘સુંદરી’ ઉપનામ આપ્યું. સાહિત્યના અનેક સ્ત્રીપત્રોને આત્મસાત કરી એકાંતમાં અભિનય વ્યાયમ કરી એમણે જ્ઞાન મેળવ્યું હતું. ૬૦ થી વધુ નાટકોમાં નાયિકાની ભૂમિકાઓ ભજવીને એમણે ગરવી ગુજરાતણનાં અનેક રૂપને રંગભૂમિ પર ચોટદાર રીતે સજીવ કરી બતાવ્યા હતા. રણજિતરામ ચંદ્રક તેમજ પદ્મભૂષણનો ખિતાબ તેમણે પ્રાપ્ત કર્યો હતો. તેમણે નાટકોમાં દિગ્દર્શન પણ કર્યું, તેમ જ રંગભૂમિ માટે અદાકારોની એક હરોળ તૈયાર કરી. એમણે આઠેક હજાર વખતે પ્રેક્ષકો સમક્ષ અભિનય આપ્યો હતો. માત્ર ‘મેના ગુર્જરી’માં પિતાની ભૂમિકા ભજવવા સિવાય બધા જ નાટકોમાં એમણે સ્ત્રીપાત્ર ભજવ્યું હતું. તા. ૨૨-૧-૧૯૭૫ની સાંજ ઢળતા ગુજરાતી રંગભૂમિનો આ વિખ્યાત નટ નટવરની લીલામાં લીન થઈ ગયો.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com