પ્રશ્ન:પેસેન્જર વિમાન એરબસ – ૩૮૦
જવાબ:વિશ્વભરનું સૌથી મોઘું અને વિરાટ વિમાન એરબસ – ૩૮૦ સુપર જમ્બો ફ્રાન્સમાં બનેલું છે. જો કે યુરોપ, એશીયા અને અમેરિકાની અસંખ્ય ફેકટરીઓમાં તેના વિવિધ ભાગ તૈયાર કરીને મુખ્ય બાંધકામ ફ્રાન્સમાં કરવામાં આવેલું. ૭૨.૭ મીટર લાંબુ ૨૪.૧ મીટર ઉચું અને પાંખો સહીત ૭૯.૯ મીટર પહોળાઈ ધરાવતું આ બે માળના આ સુપર જમ્બોમાં કુલ ૮૪૦ મુસાફરો બેસી શકે છે. ૫૬૦ ટન વજનનું આ વિમાન આકાશમાં ૪૩૦૦૦ ફૂટની ઉંચાઈએ કલાકના એક હજાર કિલોમીટરની ઝડપે ઉડે છે અને ૧૫૦૦૦ કીલોમીટર સુધી સતત ઉડ્ડયન કરવાની શકિત ધરાવે છે. આ વિમાનમાં ૩૧૦૦૦૦લીટર પટ્રોલ સમાય તેવી ટાંકી છે.