પ્રશ્ન:પાક વાવતાં પહેલાં ખેતરને ખેડવામાં કેમ આવે છે ?
જવાબ: તમે હળ વડે ખેતર ખેડતાં ખેડૂતો જોયાં હશે. જો કે હવે તો હળને બદલે ટ્રેકટર વડે પણ ખેતર ખેડવામાં આવે છે. ખેતર ખેડવાની પક્રિયામાં જમીનમાં હળ વડે ઉંડો ચાસ પાડવામાં આવે છે એટલે જમીનનું ઉપરનું પડ તૂટી ઉપર તળે થાય છે. આમ કરવાથી જમીનના આંતરિક પડના પોષક તત્વો દ્રવ્યો ઉપર આવે છે અને તે સૂર્યપ્રકાશમાં તપીને ફરીથી ખેતીને લાયક બને છે. ખેતરમાં એક પાક લીધા બાદ જમીનમાંથી પોષક દ્રવ્યો શોષાઈ ગયાં છે તેને ઉપરતળે કરી નવેસરથી ખાતર નાખી બીજો પાક લેવામાં આવે છે. એટલે બે પાકની વચ્ચે જમીન ખેડવી જરૂરી છે.