હોમ
બડવો કાને કડી
-
બડવો કાને કડી, હાથે વીંટી હીરે જડી રે.
બડવો જઈ બેઠો છે, દાદાજીને ખોળે ચડી રે.
દાદા જનોઈ દેવરાવો, અમને હોંશ ઘણી રે.
કુંવર ખરચું ખરચું લાખ બે લાખ રે.
હોંશ પુરાવું તમ તણી રે.
બડવો બેઠો છે, કાકાજીને ખોળે ચડી રે.
કાકા કટંબ મેળવો, અમને હોંશ ઘણી રે.
ભત્રીજા ખરચું ખરચું લાખ બે લાખ રે.
હોંશ પુરાવું તમ તણી રે.
બડવો જઈને બેઠો છે, મામાજીને ખોળે ચડી રે.
મામા મોસાળાં લઈ આવો, અમને હોંશ ઘણી રે.
ભાણેજ ખરચું ખરચું લાખ બે લાખ રે.
હોંશ પુરાવું તમ તણી રે.
બડવો જઈ બેઠો છે, વીરાજીને ખોળે ચડી રે.
વીરા વાજીંત્ર, અમને હોંશ ઘણી રે.
બંધવ ખરચું ખરચું લાખ બે લાખ રે.
હોંશ પુરાવું તમ તણી રે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com