હોમ
ગુલાબ જાંબુન
-
સામગ્રી :
દૂધનો પાઉડર : ૪ મોટા ચમચા,
બેકિંગ પાઉડર : પા ચમચી,
લોટ : ૧ મોટા ચમચાથી થોડો વધારે,
ઘી : ૨ મોટા ચમચાથી થોડું વધારે,
એલચીના દાણા : અડધી ચમચી.
ચાસણી માટે :
સાકર : ૩ કપ,
એક ચમચો ગુલાબજળ,
૨ કપ પાણી.
રીત :
૨ કપ પાણી મિક્સ કરી સાકર ઓગળી જાય અને ચાસણી થોડી જાડી પડે ત્યાં સુધી ઉકાળો. પછી તેમાં એક ચમચો ગુલાબજળ નાખો.
રીત :
દૂધનો પાઉડર, બેકિંગ પાઉડર અને લોટ ભેગાં કરી પૂરતું પાણી ઉમેરી બરુ કઠણ નહીં તેવો લોટ બાંધવો. તેમાંથી નાના નાના બોલ જેવા જાંબુન બનાવવાં. પછી અડધો કલાક રહેવા દેવાં (ભીના કપડામાં ઢાંકીને). કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં એક જાંબુન નાખવું. જો જાંબુન થોડી વારમાં ઉપર આવી તરવા લાગે અને ફૂલીને મોટું થાય તો બીજાં બધાં જાંબુન ઘીમાં તળી લેવાં. ઘીનો તાપ ધીમો રાખવો. (જો જાંબુન ઘીમાં નાખતાં જ લાલ થાય તો જાંબુન અંદરથી કાચાં રહી જશે.) જાંબુન સાધારણ લાલ થાય એટલે તેને ઝારા વડે કાઢી ગરમ ચાસણીમાં નાખવાં. તેને ચાસણીમાં જ ઠંડા થવા દો. એક કલાક કે થોડો વધારે સમય ચાસણીમાં રાખો. ગરમ અથવા ઠંડા પીરસો.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com