હોમ
જગજીવનદાસ મોદી
-
આદર્શ શિક્ષક અને નીડર અને સુધારક જગજીવનદાસનો જન્મ ઈ. ૧૮૭૧માં ડભોઈ તાલુકાના ફોફળિયા ગામમાં થયો હતો. બાળપણથી જ તેમની બુદ્ધિ તેજ હતી. એકી સાથે ત્રણ ધોરણ કુદાવી, જરૂરી અભ્યાસ પૂર્ણ કર્યો. અભ્યાસ સાથે તે નબળા બાળકોને ભણાવતા. વડોદરા રાજ્યની પ્રાથમિક શાળાઓના સંસ્કૃતના ફરતા શિક્ષક તરીકે તેઓ નિમાયેલા ત્યારે સંસ્કૃત શીખવતા માટે શાળાનો સમય ઓછો પડતો હોવાથી શાળાના સમય બહાર વિધાર્થીઓને શીખવતા. સંસ્કૃત તથા ગુજરાતીનું ઊંડું જ્ઞાન એમણે જાતમહેનતે પ્રાપ્ત કર્યું. પરિચિત મંડળમાં એ ‘જીવંત જ્ઞાનકોશ’ ના નામથી ઓળખાતા. તેમના સાહિત્યશોખને કારણે એમનું ઘર એક આદર્શ વિધાધામ બન્યું હતું. વડોદરા રાજ્યમાં ગુજરાતી કાવ્યોના સંશોધન માટે તેમણે પોતાની સેવાઓ આપી હતી. વડોદરાની ‘લક્ષ્મીનાથ વ્યાયામશાળા’ એમના પ્રયાસોનું જ પરિણામ છે. સંસારની સૂકી પરિસ્થિતિમાંથી જાતમહેનતથી એમણે પોતાની જીવનવાડીને લીલી બનાવી હતી. શ્રી જગજીવનદાસ તા. ૪-૪-૧૯૫૪ના રોજ પ્રસન્નચિતે અક્ષરધામમાં લીન થઈ ગયા. ટ્રેઈનીંગ કોલેજમાં તાલીમાર્થીઓને શીખવતીવખતે તેઓ હંમેશા આદર્શ શિક્ષક બનવાની પ્રેરણા આપતા: ‘વર્ગમાં શીખવવા જેટલી જ તૈયારી કરીને બેસી રહે એ સાચો શિક્ષક નથી. શિક્ષક પાસે તો જ્ઞાનનો ભંડાર જઈએ’.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com