
પૂજાના અંતે ઈષ્ટદેવની પ્રસન્નતા માટે આરતી કરવામાં આવે છે. પૂજનમાં ખામી રહી જાય છે. આરતી તેની પૂર્તિ કરે છે. ઈષ્ટદેવને દીપક દર્શાવીને સાથોસાથ તેમનું સ્તવન અને ગુણગાન કરવામાં આવે છે. આરતી કરનારની સાથે તેમાં સામેલ થયેલા સહુને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.
આરતીનો અર્થ થાય છે. આર્તિ – નિવારણ અર્થાત્ કષ્ટ નિવારણ – આમ દુ:ખ દૂર કરવા માટે આરતી કરીએ છીએ. તે માધુર્ય ઉપાસના કહેવાય છે – તેમાં ભાવપૂર્ણ રચનાઓનું ગાન કરવામાં આવે છે. આરતીમાં પ્રથમ મૂલમંત્ર (જેમ કે શિવજી માટે ઓમ નમઃ શિવાય) દ્વારા ત્રણ વાર પુષ્પાંજલિ આપવી જોઈએ. પછી ઘંટડી, ઘંટ શંખ, ડમરું આદિ વાદ્યોની સાથે જય-જયહો કરીને વિષમ સંખ્યામાં (૧, પાંચ, સાત વિ.)વાટ બનાવીને દીવા પ્રગટાવવા. એવી રીતે કપૂરની આરતી પણ થઈ શકે. સૌ પ્રથમ ભગવાનની પ્રતિમાના ચરણો પાસે તેને ચાર વાર ગોળાકારમાં ફેરવો, બેવાર નાભિ પાસે વર્તુળ બનાવો, એક વાર મુખમંડલ પાસે ફેરવો, અને સાત વાર સમસ્ત અંગો આસપાસ ફેરવો.
આરતીના પાંચ અંગ હોય છે. પ્રથમ દીપ દ્વારા બીજું જળયુક્ત શંખ દ્વારા, ત્રીજું ધોએલા વસ્ત્રથી, ચોથું આંબો કે પીપળાના પાન વડે કે ફૂલો વડે અને પાંચમું સાષ્ટાંગ દંડવત્ પ્રણામ દ્વારા – પ્રત્યેક દેવની સંખ્યા મુજબ આરતી થાય છે જેમ કે વિષ્ણુ દ્વાદ્વશાત્મા છે. મંત્ર દ્વાદશાક્ષર છે. આથી બાર વાર વર્તુળ બનાવવા – રૂધ એકાદશ અથવા ચતુર્દેશી તિથિના અધિષ્ઠાતા છે. આથી ૧૧ કે ૧૪ વર્તુળ કરવા જોઈએ. ગણેશજી ચતુર્થી તિથિના અધિષ્ઠાતા હોવાથી ૪ વાર ફેરવો. દુર્ગાજી નવમી તિથિ અને નવાણમંત્ર છે તેથી ૯ વાર ફેરવો. એવી રીતે સૂર્ય માટે ૭ વર્તુળ તથા અન્ય સહુ દેવતાઓ માટે ૭ વર્તુળ ફેરવવા જોઈએ.
આરતી કર્યા પછી દીપ જ્યોતિ ઉપર હાથ ધુમાવીને પોતાના મુખ ઉપર ફેરવો – ભગવાનની જ્રયોતિ જે ભરતના ગાલને સ્પર્શે છે તેને પવિત્ર સ્નાતનું ફળ મળે છે. જે રીતે જ્યોતિ શિખા આમ તેમ જવાને બદલે સૂર્ય ભગવાન તરફ અર્થાત દ્યોલોક તરફ જાય છે. તેવી રીતે ભક્ત પણ ઉદ્દગમ કેન્દ્ર નારાયણના શરણમાં જવા ઈચ્છે છે.