પ્રશ્ન: શ્વાસોચ્છવાસ વખતે સરેરાશ વ્યક્તિ દર મિનિટે કેટલા ઓક્સિજનની જરૂર પડે છે ?
જવાબ: ઑક્સિજનના પ્રમાણનો આધાર તો વ્યક્તિ કેટલો પરિશ્રમ કરી રહી હોય તેના પર છે. ઊંડો શ્વાસ લો ત્યારે ફેંફસાંમાં મહત્ત ૩.૩ લીટર હવા ભરી શકાય છે, જેમાં લગભગ ૧૨% ઑક્સિજન હોય છે. પરંતુ આરામ વખતે ફેંફસાંમાં ભરાતી હવાનું પ્રમાણ સરેરાશ ૦.૫ લીટર કરતાં વધુ હોતું નથી. આરામ દરમ્યાન આપણે સામાન્ય રીતે દર ૩-૪ સેકન્ડે એક વખત શ્વાસ લઈએ છીએ. આમ શ્વાસોચ્છવાસનો દર મિનિટે ૧૫ કે ૨૦ જેટલો થયો, જેને ૦.૫ લીટર વડે ગુણી નાખો.