
ઘાસનાં તણખલાં કે દાંડી (STEM) નું બંધારણ અદભૂત હોય છે. ઘાસ ઘણાખરા કિસ્સાઓમાં પોલું અને છીદ્રોવાળું હોય છે. (શેરડી તથા મકાઇ તેમાં અપવાદ છે) ઘાસનાં તણખલાંમાં ‘‘સિલિકા’’ નામનું તત્વ ઠીક ઠીક પ્રમાણમાં હોય છે, જે ઘાસનાં તણખલાંને ધાતુના તાર જેવા ગુણધર્મ બક્ષે છે, જેના કારણે ઘાસ અક્કડ કે ટટ્ટાર અને સીધું ઊભું રહી શકે છે.
કયારેક વરસાદથી ઘાસ થોડા સમય પૂરતું નીચું પડી જાય છે કે વળી જાય છે, પરંતુ સૂર્ય પ્રકાશે અને હવામાન સૂકું થઇ જાય કે તરત જ પેલું તણખલું જાણે કે કૂદકો મારીને અગાઉની જેમ ટટ્ટાર ઊભું થઇ જાય છે.