હર્ષાબેન
•કૉમ્પ્યુટરમાં કામ કરીને થાકી ગયેલી આંખો નીચેનો સોજો દૂર કરવા ગરમ પાણીમાં ડૂબાડી રાખેલી બે ટી બેગ્સ વીસ મિનિટ આંખ પર મૂકવી.
•ઈન્જેકશન લીધા બાદ એ સ્થાન પર આવી ગયેલો સોજો દૂર કરવા સૂર્ય કિરણો અથવા વરાળથી દાઝી ગયેલા ભાગની બળતરા દૂર કરવા પાણીમાં થોડી વાર ડૂબાડી રાખેલી ટી બેગ્સ મૂકવાથી પળભરમાં રાહત મળશે.
•કાંદા સમારતી વખતે આંખમાંથી પાણી ન નીકળે એ માટે તેને પાણી ભરેલા બાઉલમાં ડૂબાડી રાખવા.
•ફલાવરવાઝમાં સજાવેલાં ફૂલને મધમાખી કે અન્ય જીવતાથી બચાવવા તેના પર કાંદા ડૂબાડવા વપરાયેલું પાણી છાંટવું.
•ફલાવર સમારતી વેળા તેમાં ભરાયેલી ઈયળો ઘણી વાર નાકે દમ આણી દેતી હોય છે. તેથી ફલાવર સમારતાં પહેલાં મીઠાના ગરમ પાણીમાં થોડી વાર ડૂબાડી રાખો. મીઠાનું પાણી તેમાં છુપાયેલી ઈયળોને બહાર આવવા મજબૂર કરી દેશે.
•પુલાવ કે બિરયાની બનાવતા ભાતનો એકેક દાણો છૂટો રહે તે માટે ભાત બનાવતી વખતે તેમાં થોડું લીંબુ નીચોવી દેવું.
•દીવાલ પર લાગેલા શાહીના ડાઘ દૂર કરવા તેના પર કોલગેટ ટૂથપેસ્ટ લગાડી બ્રશથી ઘસવું.
•સમારેલી મેથીની ભાજીમાં થોડું તેલ નાખી એર ટાઇટ કન્ટેનરમાં ફ્રિઝરમાં મૂકી દેવાથી તે લાંબો સમય તાજી રહે છે.
•ડબ્બામાં મૂકી રાખેલા ઈલાસ્ટિક રબર બેન્ડ ગરમીથી ઓગળીને એકબીજા સાથે ચોંટી ન જાય એ માટે ડબ્બામાં થોડો ટેલ્કમ પાઉડર છાંટવો.
•કોઈ પણ વસ્તુ પર લાગેલા કાટના ડાઘ દૂર કરવા તેને કોકા કોલામાં ડૂબાડેલા ખરબચડા સ્પન્ચથી ઘસવી. કોકા કોલામાં રહેલું ફોસ્ફોરિક એસિડ કાટને સરળતાથી દૂર કરી દે છે.