-
કાંદાના રસનાં ટીપાં નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે.થોડી હળદર પાણી સાથે ફાકી જવાથી હેડકી બંધ થાય છે.દૂધમાં સૂંઠ ઉકાળીને તેના ટીપાં નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે.મૂળાનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.જાયફળને ચોખાના ધોવાણમાં ઘસીને પીવાથી હેડકી બંધ થાય છે.સૂંઠ અને ગોળને ગરમ પાણીમાં મેળવી તેનાં ટીપાં નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે.ગોળના પાણીમાં સૂંઠ ઘસી થોડી થોડી વારે સૂંઘવાથી હેડકી બંધ થાય છે.શેરડીનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.અડદ અને હિંગનું ચૂર્ણ દેવતા પર નાખી ધુમાડો મોંમાં લેવાથી હેડકી બંધ થાય છે.નાળિયેરના છોડાંને બાળી તેની રાખ મધમાં ચાટવાથી હેડકી બંધ થાય છે.ગાયનું દૂધ ઉકાળીને પીવાથી હેડકી બંધ થાય છે.ગાજર પીસીને સૂંઘવાથી હેડકી બંધ થાય છે.તુલસીનો રસ ૧૦ ગ્રામ અને મધ પાંચ ગ્રામ ભેગું કરી પીવાથી હેડકી બંધ થાય છે.જીરું ખાવાથી હેડકી બંધ થાય છે.આંબાનાં પાંદડાંને બાળી તેનો ધુમાડો લેવાથી હેડકી બંધ થાય છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com