જાણો ધરાબેનની હેલ્પફૂલ હિંટ્સ
*પ્લાસ્ટિકની ચીજો ગંદી થઈ જાય તો એને કેરોસીનથી સાફ કરવાથી એ નવા જેવી જ થઈ જશે.

*પાલકનું શાક બનાવતી અખતે એમાં ચપટી ખાંડ ભેળવો. પાલકનો રંગ જળવાઈ રહેશે.
*મીઠાઈ ઠંડી થાય એ પછી જ એલચી કે અન્ય કોઈપણ સુગંધીદાર પદાર્થ એમાં ભેળવો.
*હેરહેરબ્રશને ગરમ પાણી કે ફટાકડીના પાણીમાં સાફ કરવાથી એ નવા જેવું જ દેખાશે.
*પોપકોર્ન બનાવતી વખતે તેલમાં થોડું મીઠું અને ગરમ મસાલો નાખવાથી એ સ્વાદિષ્ટ બનશે.
*વિનેગરની એલર્જી હોય તો એને બદલે લીંબુનો રસ વાપરી શકાય.
*માંકડ તથા વંદાના ઉપદ્રવથી છુટકારો મેળવવા એ જગ્યાએ કપૂરનું તેલ લજ્ઞગાવવું.

*કપડાં પર તેલ-ઘીના ડાઘ પડી ગયા હોય તો એના પર બ્લોટિંગ પેપર રાખીને પછી પાતળું કપડું મૂકીને ઈસ્ત્રી ફેરવવાથી ડાઘ દૂર થઈ જશે.
*વાંદા, કીડ, માખી જેવી જીવાત દૂર કરવા માટે પાણીમાં ફટકડી ઓગાળીને એમાં કેરોસીનનાં બે – ત્રણ ટીપાં નાંખીને પોતું કરવું.
*જરીવાળી સાડી પર ન્યુઝ પેપર મૂકીને ઈસ્ત્રી કરવાથી જરી કાળી નથી પડતી.