
આજના સમયમાં હ્રદય રોગ એક ચિરપરિચિત અને ખતરનાક રોગ બની ચુક્યો છે. જો કે આહાર અને જીવનશૈલીમાં પરીવર્તન આણીને તેનાથી બચી શકાય છે. ભોજનમાં ઘણી એવી વસ્તુઓ છે, જેનો દરરોજ ઉપયોગ કરવાથી હ્રદય રોગથી બચી શકાય છે.
* ડુંગળી-જેનો સલાડના રૂપમાં ઉપયોગ કરી શકાય છે. જેના કારણે લોહીનો પ્રવાહ સારો રહે છે. નબળા હ્રદયના લીધે જેમને ગભરામણ થાય છે કે હ્રદયના ધબકારા વધી જાય છે તેમના માટે ડુંગળી લાભદાયક છે.
* ટામેટા-જેમાં વિટામિન-સી, બીટાકેરોટીન, લાઈકોપીન, વિટામિન એ અને પોટેશીયમ ભરપુર પ્રમાણમાં હોય છે. તેનાથી હ્રદયની બીમારીનો ખતરો ઓછો થાય છે.
* દુધી-તેના ઉપયોગથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ સામાન્ય થઈ જાય છે. તાજી દુધીના રસમાં 4 પુદીનાના પાંદડા તથા 2 તુલસીના પાંદડા નાંખીને દિવસમાં બે વાર પીવું જોઈએ.
* લસણ-ભોજનમાં લસણનો ઉપયોગ કરવો. સવારે ભુખ્યા પેટે લસણની બે કળી પાણી સાથે ખાવાથી પણ લાભ થાય છે.
* ગાજર-વધેલા ધબકારાને શાંત કરવા માટે ગાજરનો ઉપયોગ ખુબ જ ફાયદાકારક છે. ગાજરનો રસ, શાક તથા સલાડ તરીકે ઉપયોગ થઈ શકે છે.
* લીંબુ-દિવસમાં બે ત્રણ વાર મધ સાથે લીંબુનું સેવન કરવું જોઈએ.
* મધ-આ એક એવો પદાર્થ છે કે જે લોહીમાં ભળીને શરીરને ઉર્જા આપે છે. તેનાથી હ્યદયને શક્તિ મળે છે. થોડી પણ ગભરામણ થાય તો લીંબુ અને મધ લેવાથી આરામ મળે છે.
* દાડમ-દરરોજ એક દાડમ ખાવાથી અથવા દાડમનો રસ પીવાથી હ્રદય રોગમાં લાભ થાય છે.
* આદુ-છાતીમાં કળતર કે શ્વાંસ લેવામાં તકલીફ વખતે આદુનો રસ મધ સાથે લેવાથી આરામ મળે છે.
ખાવાપીવામાં સાવધાની રાખવા ઉપરાંત હ્રદય રોગમાં પ્રાકૃતિક ઉપચાર જેવા કે વૈજ્ઞાનીક માલિસ, એનીમા, સુર્યસ્નાન, હળવી વરાળનું સ્નાન વગેરે પણ લાભદાયી છે. યૌગિક ઉપચાર તથા અનુલોમ-વિલોમ, ભ્રામરી, ભસિકાના પ્રાણાયામ પણ કરી શકો છો. પરંતુ યોગ્ય માર્ગદર્શન વિના કોઈ સારવાર કે જીવન શૈલી બાબતે નિર્ણય લેવો હિતાવહ નથી.
?- નિર્મલા મૂણત