હોમ
હરિવલ્લભ ભાયાણી
-
ગુજરાતી ભાષામાં આંગળીના વેઢે ગણાય એવા બહુશ્રુત વિદ્વાન ડો. હરિવલ્લભ ભાયાણીનો જન્મ મહુવામાં થયો હતો. એમ.એ. સુધીનું શિક્ષણ મેળવી મુનિ જિનવિજયજીના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.કર્યું. ભારતીય વિદ્યાભવનમાં અધ્યાપક તરીકેની કારકિર્દી શરૂ કરી. આયુકાળ દરમિયાન એમના ૭૦ જેટલા ગ્રંથો પ્રગટ થયા છે. ભાયાણી સાહેબ સ્વયં સૂર્ય સમાન હતા. આથી એમની ઉપસ્થિતિ જ્યાં હોય ત્યાં વિચાર, વિદ્યા, વ્યવસ્થા, વાણી શોભી ઊઠતા હતા. વિશેષ તો એમના ખડખડાટ હાસ્યથી સભાગૃહ જાણે નજપલ્લવિત થઈ જતું જોવા મળતું. પ્રત્યેક પરિસ્થિતિ-પ્રસંગને કે પુસ્તક-પરિસંવાદને ડો. ભાયાણી અખિલાઈમાં અવલોકતા. સ્વબળે અને પોતાના પુરુષાર્થથી તેઓ જીવનને જીવી ગયા છે. અને તેથી જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માનો એમના આંગણે આવીને ઉભા રહ્યાં છે. સ્વભાવે સાલસ એવા તેઓ જ્ઞાનોપાસનાના આશ્રયરૂપે ઘેઘૂર વડલા સમા હતા. માત્ર ગુજરાતમાં જ નહીં દેશ-પરદેશમાં તેઓ મુઠ્ઠી ઊંચેરા વિદ્યાવ્યાસંગી તરીકે પ્રખ્યાત હતા. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક તેમજ સાહિત્ય અકાદમી-દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. સદાય પુસ્તકો અને અન્વેષકોથી ડો. ભાયાણી તા. ૧૧-૧૧-૨૦૦૦ના રોજ અવસાન પામ્યા, પરંતુ અક્ષરદેહે આપણી વચ્ચે સદાય ચિરંજીવ રહેશે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com