
સૂવો સૂવો બાવા રે ઘોઘર આવ્યા.
ઢાંકણીએ ઢંકાતા આવ્યા, સૂપડીએ સંતાતા આવયા.
વાદળ જેવડો રોટલો લાવ્યા, પૈડા જેવડો પાપડ લાવ્યા.
વાંસ જેવડો ચોખા લાવ્યા, ચાળણી જેવડી દાળ લાવ્યા.
પૃથ્વીની પત્રાવળ કીધી, સાગરનો તો પડીઓ કીધો.
ઘોઘર સઘળા જમવા આવ્યા, કૂવાને પાણીએ નહાતા આવ્યા.
સૌ મળીને જમવા બેઠા, જમતાં જમતાં વઢી પડયા.