
પોઢોને મારા હરિ હાલો હાલો !
તું તો રે તારા બાપને બહુ વા’લો –પોઢોને
તું તો રે તારી માતાનો લાલો – પોઢોને
મળવાને આવશે વ્રજ તણા બાળા,
તે તો રે લાવશે ફૂલડાંની માળા,
તું તો તારા કાકાને બહુ વા’લો ! -પોઢોને
મળવા રે આવશે ગોકુળની ગોપી,
તે તો રે લાવશે ફૂલડાંની ટોપી,
તે તો રે તારી માતાનો લાલો ! – પોઢોને
મળવા આવશે મારો ને મામી,
તે તો રે ભમ્મર તાણી રે’શે સામે,
તું તો રે તારા મમાને બહુ વા’લો ! – પોઢોને