મહાગ્રંથ મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાસને આપણા પૈરાણિક ગ્રંથોમાં ભગવાન વેદવ્યાસ તરીકે પણ સંબોધવામાં આવેલ છે. જેમ આ સૃષ્ટિના સર્જનહાર ઈશ્વર સર્વ તત્વોમાં સમાયેલા છે. તેમ સમગ્ર સૃષ્ટિનું એવું એકપણ તત્વસ્થાન નથી જે મહાભારતમાં ન હોય એટલે જે જે મહાભારતમાં નથી તે કયાંય નથી ની ઉકિત જાણીતી છે. આ મહાભારત એક મહાન જ્ઞાનકોષ પણ છે જેને ભારતીય સંસ્કૃતિમાં પાંચમો વેદ પણ કહેવામાં આવે છે. મહાભારત દ્વારા મહર્ષિ વેદવ્યાસે માણસે કેવું આચરણ કરવું જોઈએ તે દશાર્વવા પાંડવો તેમજ કૃષ્ણાનું ચરિત્ત આપણી સમક્ષ રજુ કર્યુ અને કેવું આચરણ ન કરવું જોઈએ, તે દર્શાવવા માટે કોરવોનું ચરિત્ર આલેખ્યું છે.
મહર્ષિ વેદવ્યાસ મહાભારતના જે કથાનકનું ઉદબોધન આપતા જે પીઠ ઉપરથી આપતા તે પીઠ વ્યાસપીઠ તરીકે ઓળખાય છે. આ પવ્યાસીઠ ઉપર બેસીને સંસ્કૃતિની ઉપાસના અને સેવા કરનાર વ્યાસની પૂજા એટલે કે વ્યાસપીઠની પૂજા અષાઢ સુદ પૂનમને દિવસે કરવામાં આવે છે.
મહામુનિ વેદવ્યાસના જ્ઞાનનો જોટો ભારતીય સંસ્કૃતિમાં ઠીક વૈશ્વિકસ્તરે પણ મળવો મુશ્કેલ છે. કોઈપણ સાહિત્યકારોની રચનાઓ જોઈએ તો જીવન પ્રત્યેનો એક જ પ્રકારનો દ્રષ્ટિકોણ જોવા મળશે, હકારાત્મક અથવા નકારાત્મક વ્યકિતના સદગુણો અથવા દુર્ગુણો. પરંતુ વ્યાસજીએ તેમની રચનાઓમાં જીવનમાં રહેલા દરેક પાસાઓ વણી લીધેલા છે. પ્રકાશ, અંધકાર, ભરતી-ઓટ, સુખ-દુઃખ અને આ બંને વચ્ચે રહેલું પરીવર્તન શ્રી વેદવ્યાસે મહાભારતની પોતાની રચનામાં યુધિષ્ઠિર, ભીમ, અર્જુન વગેરે હકારાત્મક બાજુએ હોવાંછતાં તેઓમાં રહેલી ત્રીટીઓ દર્શાવી છે તે જ રીતે દુર્યોધન, દુઃશાસન કે કર્ણ જેવા નકારાત્મક પાત્રોમાં રહેલ સદગુણો બતાવવાનું પણ ચૂકયા નથી. બીજી બાજુ ભીષ્મ પીતામહ જેવા વિદ્ધાન, હંમેશા સત્યનો પક્ષ લેનાર પ્રતાપી પુરૂષ નકારાત્મક બાજેએ હોઈ, તેની સામે અર્જુનને યુધ્ધ કરવા જણાવે છે. આમ દરેક વ્યકિત માત્રના જીવનમાં રહેલી સંપૂર્ણતા અને અપૂર્ણતાનું આપણને દર્શન કરાવે છે.
જે રીતે ન્યાયાલયમાં ન્યાય આપનાર ન્યાયધિશ ને ચોક્કસ યોગ્યતા હોય તો જ ન્યાયની ગાદી ઉપર બેસી શકે તેવું જ સ્થાન વ્યાસપીઠનું છે. તે જે સાહિત્યનું વ્યાસપીઠ ઉપર બેસીને જ્ઞાન આપવાની છે તે સાહિત્ય વિશે સંપૂર્ણ જ્ઞાન હોવું વ્યાસપીઠ ઉપર બેસવાની પહેલી યોગ્યતા છે. કથામાં રહેલા પાત્રો સાથે તેને વ્યકિતગત્ રીતે કોઈ િપ્રયભાવ કે દ્વેષ ભાવ ન હોવાં જોઈએ. કથા ઉદબોધનનો એકમાત્ર હેતુ સમાજનું હિત હોવું જોઈએ.
મહર્ષિ વેદવ્યાસ સર્વોગુણસપન્ન ગુરૂ હતા. આવા મહાન ગુરૂને અદ્ર્ય આપવા જ વ્યાસપૂજાની શરુઆત થઈ જે ખરેખર ગુરૂપૂર્ણિમા તરીકે જ ઉજવાય છે.