હોમ
ગુર્જરી.નેટ પરિવાર
-
 |
ભરતભાઇ એમ.બારાઇ
મેનેજીંગ એડિટર, bmb@gurjari.net
ભરતભાઇ બારાઇ છેલ્લા એક દાયકાથી મિડીયા જગત સાથે સંકળાયેલા છે. જામનગરના દૈનિક ભૂમિ અખબાર થી શરૂ થપેલી યાત્રાઆજે પણ અવિરતપણે ચાલુ છે. આ દરિમ્યાન ઇલેકટ્રોનિક મિડીયામા ઝી ટીવી થી શરૂ થયેલ યાત્રા આજે CNBC TV 18, ની આવાઝ અને CNN-IBN ના પ્રતિનિધિત્વ સુધી પહોચેલ છે. તેઓના અનુભવનુ ભાથુ ગુર્જરી.નેટ માટે અભિન્ન અંગ છે. ભરતભાઇ ગુર્જરી.નેટ પરિવારના ફ્રેંડ-ફીલોસોફર-ગાઇડ અને મોભી છે. |
 |
શીતલકુમાર વી. બથીયા
ચીફ એક્ઝિક્યુટીવ ઓફીસર, sbathia@gurjari.net
ઇષ્ટદેવ દ્વારકાધીશની કર્મભૂમિ એ તેઓની જન્મભૂમિ છે. દ્વારકાની પાવનધરા પર જન્મનુ સદભાગ્ય અને એમ.બી.એ.નુ ભણતર, તથા માતૃભાષા પ્રત્યેનો લગાવ
ગુર્જરી.નેટ ના જન્મ માટે 1999 મા નિમિત બન્યુ. અસામાન્ય એટલે કે એક્સ્ટ્રા ઓર્ડીનરી એ તેઓ ની ડિક્સનેરી નો એકમાત્ર શબ્દ ન બની રહેતા જીવનમંત્ર બનેલ છે. સૌને સાથે લઇને ચાલવાની આવડત અને સદાય ને માટે હકારાત્મક અભિગમ ગુર્જરી.નેટ પરિવારને જોડી રાખવાનુ સ્પેશીયલ એડહેસીવ એટલે કે ફેવિકોલ છે. |
 |
એક દાયકા અગાઉ ની કોરી પાટી આજે થીસીસ બની ગયેલ કુતુબ એ ગુર્જરી.નેટના પ્રથમ લે-આઉટથી લઇને હાલના ગુર્જરી.નેટ ના લે-આઉટ અને ટેકનોલોજી પાછળ નુ માસ્ટર માઇંડ છે. દિલ અને દિમાગમાથી ઉદભવતા આઇડીયાને
સીઘે-સીધા સ્ક્રીન પર ઉતારવાની અદભૂત આવડતતથા એક એક પીક્સલ નો મરણ-મૂડી ની જેમ ઉપયોગ કરવામા તેઓ
પાવરધા છે. ગુર્જરી.નેટની આવતા દશ વર્ષ ની જરૂરીયાતોનુ આયોજન ટેકનોલોજીની દ્વષ્ટીએ કરવાનુ જટીલ કામ બખૂબી રીતે નિભાવે છે. |
 |
હિનાબહેન, એકાદ દાયકા અગાઉ સામાન્ય ટાઇપિસ્ટથી ગુર્જરી.નેટ પરિવારમા સામેલ થઇ માત્ર અને માત્ર આવડતને આધારે આજે ચીફ એડિટર સુધીની યાત્રા કરેલ છે. અસામાન્ય સંજોગોમા, સંજોગોને મ્હાત કરીને આફતને અવસરમા ફેરવવાની આવડત થકી આજના ગુર્જરી.નેટ માટે માતૃત્વરૂપી નેતૃત્વ પુરૂ પાડેલ છે. તેણીની આ આવડત ગુર્જરી.નેટ પરિવાર માટે સદાયને માટે પ્રેરણારૂપ બની છે. ગુર્જરી.નેટની કોંટેંટ પોલીસીમા પોઝીટીવીટી તત્વનુ જીવતુ જાગતુ અને અનુભવાતુ ઉદાહરણ તેઓ પોતે છે.
હાલમા ચીફ એડિટર હોવા છતાં, સમગ્ર ગુર્જરી પરિવાર ને પોતાના પરિવારની જેમ પ્રેમ વહેચીને એકતાંતણે બાંધી રાખતો તાર છે. |
 |
હસુભાઇ બારોટ
ટીમ લીડર
હસુભાઇ બારોટ, ગુર્જરી.નેટ ના જન્મ થી એટલે કે 1999 થી ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ટાઇપસેટીંગના એક્સપર્ટ તરીકે સંકળાયેલ છે. તેઓની ગુજરાતી સાહિત્યની ઉંડી સમજ ગુર્જરીને ઉપયોગી બને છે.તેઓ ખાસ કરીને ડાયરાના માણસ તરીકે પ્રખ્યાત છે. ગુજરાતી યુનીકોડ ટાઇપ સેટીંગની ચેલેંજ હસતા હસતા સ્વીકારીને ગુર્જરી.નેટને નવા રંગરૂપમાં લોકભોગ્ય બનાવવામા તેઓ નો સિંહફાળો છે.
|
 |
કુ.શ્રુતિ ધોળકિયા
આસી. એડિટર
પોતાના વતન અને પરિવારથી દૂર, ગુર્જરી.નેટ પરીવારને પોતાનો નવો પરિવાર બનાવનાર શ્રુતિ, ગુર્જરી.નેટ પરિવારના નવા સદ્સ્ય તરીકે દૂધમા સાકર ની જેમ ભળી ગયેલ છે. ખુબ જ ટુંકા સમય મા પોઝીટીવ એટીટ્યુડ થકી ગુર્જરી.નેટ પરીવાર નુ અભિન્ન અંગ બની ને ગુર્જરી.નેટ ના પબ્લીકેશન ની તમામ જવાબદારીઓ સદાયે હસતા ચહેરા સાથે બખૂબી નિભાવે છે. |
સંબંધિત આર્ટીકલ
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved