આમ લગભગ પાંચ વર્ષની યુવાન વયે ગુજરાતી ભાષાની ટેકનોલોજીકલ મર્યાદાઓને ધ્યાનમા
લઇ દૈનિક અપડેટ બંધ કર્યુ. એમ કહિ શકાય કે મૂર્છિત અવસ્થામા પડેલ ગુર્જરી.નેટને
તેના વાંચકો તરફથી મળેલા પ્રંચડ પ્રતિસાદ ને ધ્યાનમા લઇ નવી ટેકનોલોજી, નવિન વિચારો અને નવા રંગ-રૂપમા
ગુર્જરી.નેટને આપની સમક્ષ લાવવા અમને પ્રેરિત કર્યા.
આજે પણ ગુર્જરી.નેટની ઉંમર લગભગ એક દસકા કરતા પણ નાની હોય, અમારી પાસેથી આપની અપેક્ષા પૂરી
થાય જ તેવુ વચન તો નથી આપતા, પરંતુ પ્રયાસો જરૂર કરીશું.
માહિતી વિસ્ફોટના આ યુગમા એક વાત જે સદાયને માટે મનને ખટકતી હતી તે એ કે
અમારી કોર ટીમ કહો, કે પરિવાર તેઓના સહકાર વિના તો અમારો નવોજન્મ શક્ય જ નથી.
અમારી ટીમની ગુર્જરી.નેટ પ્રત્યેની પ્રતિબધ્ધતા, લાગણી કે જવાબદારી પૂરી કરવામાં શ્રી દ્વારકાધીશ પ્રભુની
અસીમ કુપાને અવગણી શકાય નહિ.
આપનો પ્રેમ,લાગણી અને લગાવ અમારી માટે પેટ્રોલ છે અને અમારા પરિવાર ની નિષ્ડા દિવાસળી છે. આશા
છે, દિવસે દિવસે મોંઘા થતા
પેટ્રોલ નો પુરતો પુરવઠો આપના પ્રેમ અને લાગણી રૂપે સતત મળતો રહેશે એવી આશા સહ.
-સમગ્ર ગુર્જરી.નેટ પરિવાર