
વિશ્વની તમામ સંસ્કૃતિઓ નદી કિનારે વિકસી છે. નદીને માતા કહી છે. આ નદીના પવિત્ર પાણી સંસ્કૃતિનું ઘડતર કરે છે. નર્મદાનાં નીર
ગુજરાતના ખૂણે-ખૂણામાં વ્યાપી તેને ફળદ્રૂપ બનાવી વિકાસના ધ્યેયમાં ચેતન રેડી રહ્યાં છે. કોંક્રિટના જથ્થાની ર્દષ્ટિએ વિકાસનો બીજા ક્રમાંકનો સૌથી વિશાળ સરદાર સરોવર બંધ નર્મદા નદી પર બંધાઈ રહેલ છે.
પંજાબ, હરિયાણા અને ઉત્તર રાજસ્થાનને હરિયાળી ક્રાંતિના પંથે લઈ જનાર તેમ જ સમગ્ર રાષ્ટ્રને અનાજના ભંડાર આપનાર રાવિ, સતલજ તથા બિઆસ નદીઓ છે. આ ત્રણે નદીઓનાં પાણી ભેગાં કરીએ તે કરતાંય અધિક નીર નર્મદામાં સરેરાશ દર વરસે વ્યર્થ વહી જાય છે. પશ્ચિમ દિશામાં વહેતી ભારતની સૌથી મોટી અને દેશની તમામ નદીઓમાં પાંચમા ક્રમે આવતી નર્મદા અથવા રેવા નદીનું ઉદ્દગમ સ્થાન અમરકંટક ગિરિમાળાઓમાં આવેલું છે.
નર્મદા પરનો આ બંધ ભારતના સૌથી ઊંચા કોંક્રીટ બંધોમાં ત્રીજા સ્થાને આવે છે. ભાખરા
(226 મીટર), ઉત્તર પ્રદેશના લખવાર (192 મીટર) પછી નર્મદા નદી પરનો સરદાર સરોવર બંધ ( 163 મીટર) આવે છે. પીવાનું પાણી, સિંચાઈ અને વીજળી એમ ત્રિવિધ લાભ આપવાની ક્ષમતા ધરાવતી નર્મદા યોજના અનેક રીતે અનોખી આંતરરાજ્ય યોજના છે. આ એક એવી યોજના છે જેના પર સર્વોચ્ચ અદાલતના કાર્યરત ન્યાયમૂર્તિના વડપદે રચાયેલ ટ્રિબ્યુનલે સંપૂર્ણ વિચારણા કરી છે જેમાં તજજ્ઞો, જળવિદો તથા અર્થશાસ્ત્રીઓનું પણ પુખ્ત પ્રદાન છે. વળી, આ યોજનાનું અમલીકરણ વનસંરક્ષણ કાયદો અમલમાં આવ્યા બાદ પર્યાવરણની તીવ્ર સભાનતાના સમયમાં થઈ રહ્યું છે. યોજનાના અસરગ્રસ્તોના પુનર્વસન માટેના પેકેજની રચના વિશ્વની સૌથી ઉદાર નીતિ મુજબ કરાયું છે. સરદાર સરોવર પાસે કેવડિયા કોલોનીમાં, આ યોજનાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ રહે છે. આ ઉપરાંત આ ડેમ જોવા આવનાર પણ અહીં રોકાણ કરી શકે છે. ગુજરાત પ્રવાસન નિગમ તરફથી આ ડેમ જોવા માટે બસની સગવડ પણ છે. તેમના પેકેજમાં ચા-નાસ્તાની તેમજ એક ટંક જમવાની વ્યવસ્થા પણ હોય છે.
સરદાર સરોવર ડેમ સાઈટ
ડેમસાઇટ જોવા વ્યૂહ પોઇન્ટ – 3
નાનાં-મોટાં તળાવો - 4
ગોડબોલે દરવાજા - 15
ટેન્ટ સીટી સાઇટ - 16
મેઇન કેનાલ હેડ રેગ્યુલેટર - 17
સ્વાગત સ્થળ – ભોજન સુવિધા – 1
રિવરવ્યુહ પોઇન્ટ – 3
મોડેલરૂમ – 5
વનવિચરણ તથા ટ્રેકિંગ સ્થળ - 18
સ્થળ પર પહોંચવા માટે
અમદાવાદ-વડોદરા-કેવડિયા
મુંબઈ-વડોદરા-કેવડિયા