ડૉ.રમેશભાઇ ભાયાણી
આ લેખનું શીર્ષક આ૫ને થોડું આશ્રયર્જનક લાગશે. શું આ સાચું છે ? ૫રંતુ આ શબ્દો એક એવી વ્યક્તિના છે જેમણે વિશ્વના અમુક દેશના પ્રવાસ બાદ જણાવ્યું છે. આ વ્યક્તિ બીજા કોઇ નહીં ૫રંતુ સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી બાનકી મૂનના છે. વૈશ્વિક તા૫માન વધી રહ્યુ છે. હવામાનમાં જે રીતે બદલાવો આવી રહ્યા છે તે જોતા બાનકી મૂનના શબ્દો આપણને ચોંકાવી દે તેમ છે. બાનકી મૂન કહે છે કે મને ૫હેલા આ બધું મનાવામાં આવતું નહોતું પરંતુ મેં જે હમણા પ્રવાસ કર્યો ત્યારે જે બધું જોયું તેના ઉ૫રથી લાગે છે કે આ૫ણે ખુદ આપણા ગ્રહ પૃથ્વીના દુશ્મન બની ગયા છીએ, જે આ૫ણું ભરણપોષણ કરે છે તેનું એટલું જ શોષણ કરીએ છીએ, માટે હવે જાગૃત થવાની જરૂર છે. આપણે આપણા ગ્રહના સંરક્ષણની, તેમજ નક્કર પ્રયાસો કરવાની જરૂરીયાત છે.
બાનકી મૂને પોતે કરેલા એન્ટાર્કટિકાના પ્રવાસ દરમિયાન જોયું કે બરફાચ્છદિત પ્રદેશ વધારે ઝડપથી ઓગળી રહ્યો છે. વિશ્ર્વ પ્રસિધ્ધ લાર્સન હિમખંડ પાંચ વર્ષ પહેલાં જ લુપ્ત થઇ ગયા છે. ૮૭ કિલોમીટર લાંબા આ વિશાળ હિમખંડમાં નાના દેશ સમાઇ જાય પરંતુ માત્ર ત્રણ અઠવાડિયામાં તે ઓગળી ગયો. ઉપરાંત કિંગ જ્યોર્જ દ્વિપ ચિલી રીસર્ચ બેઝમાં કામ કરી રહેલા વૈજ્ઞાનિકો દ્વારા જાણકારી પ્રાપ્ત થઇ છે કે સમગ્ર પશ્ચિમ એન્ટાર્કટિકા વિસ્તાર પર ખતરો છે. લાર્સનની જેમ આ સમગ્ર વિસ્તારની પટી પણ પાણી પર તરી રહી છે. અને તેનું કદ સમગ્ર દ્વિપના કુલ વિસ્તારનો પાંચમો ભાગ છે. જો આ સમગ્ર વિસ્તારનો બરફ ઓગળી જાય તો સમગ્ર સમુદ્રની સપાટી છ મીટર ઉંચે આવી જાય છે. જો આવું થાય તો સમુદ્ર કિનારે વસેલા શહેરોનો વિચાર કરીએ તો શું થાય. અંગ્રેજી ફિલ્મ ‘ડે આફ્ટર ટુમોરો – કલ કે બાદ’ની યાદ આવી જાય. આ વિસ્તારમાં સમુદ્રનું પાણી ફરી વડે, આવું જ અરબી સમુદ્રની સપાટી વધે તો મુંબઇનું શું થાય એક કલ્પના કરવી જોઇએ. એ જ રીતે ચીનના શાંઘાઇની એવી જ હાલત થાય. ઉપરાંત નાના-મોટા ટાપુ, તેની કિનારે વસતા લોકો સમુદ્રની વધતી સપાટીને કારણે પાણીમાં ગરકાવ થઇ જશે. આજ રીતે કદાચ આવતા વર્ષોમાં પ્રલયની શરૂઆત થવા લાગે. બાનકી મૂન જણાવે છે કે આજે આ ઘટનાની ધણાંને ખબર નથી. પરંતુ આવું બનશે તો વાર નહીં લાગે. આથી આજે વૈજ્ઞાનિકો આ બાબતે વધુ ચિંતિત છે. ઉત્તર દિશામાં આવેલ આ ક્ષેત્ર સંવેદનશીલ માનું એક ગણાયું છે. અહીં તાપમાન પહેલા કરતાં દશ ગણું વધારે થઇ ગયું છે. મોટા મોટા ગ્લોશિયર્સ તો હવે આંખોની સામે ખસી રહ્યા છે. ઉનાળામાં હિમવર્ષાને બદલે પાણી વરસવા લાગ્યું છે. બાનકી મૂન કહે છે કે આનાથી આપને ડરાવતો નથી પણ આપણે એવા સ્તરે પહોંચી ગયા છીએ. પરંતુ તેના સંકેત જોવા મળ્યા છે. એ વિસ્તારમાં સંસોધન કરતા વૈજ્ઞાનિકોએ ૧૨૦ જેટલા વિશાળ ગ્લેશિયર પર નજર રાખી રહ્યા છે. જેમનાં અડધા તો સંકોચાઇ રહ્યા છે. આ ગ્લેશિયરના સંકોચવાનું પ્રમાણ છેલ્લા દશ વર્ષમાં બમણું થવા લાગ્યું છે. ચીલીના સેન્ટિપાત્રોની બહાર આવેલ પહાડોના ગ્લેશિયર્સમાં ગ્લોબલ વોર્મિગની અસર જોવા મળી છે જે આજુબાજુના આઠ લાખ લોકોને અસરકર્તા બની શકે તેમ છે. આજુબાજુના આ વિસ્તારનો પાણીનો સ્ત્રોત પણ આ ગ્લેશિયર્સ છે. ઉત્તર ભાગમાં દુષ્કાળના પ્રતાપે આજુબાજુના ઉધોગોને સંકટમાં મૂકી દીધો છે. સમગ્ર વિસ્તારની અર્થ વ્યવસ્થાને ભય કરતા બનવા લાગ્યું છે.
બાનકી મૂને કરેલા પ્રવાસ દરમિયાન તેઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ટોરેક્ષ ડેલ નેશનલ પાર્કમાં એક દિવસ રહ્યા. આ નેશનલ પાર્ક પણ ભયમાં હોવાનું જણાયું. એન્ડિઝ પર્વત માળાના ગ્લેશિયર પણ આ ગ્લોબલ વોર્મિગને કારણે ઓગળી રહ્યા છે. તપાસ કરતા જણાયું કે ૧૯૮૫માં આ ગ્લેશિયર્સ ત્રણ કિલોમીટર જેટલા ખસી ગયા હતા. એમેઝોન નદીના વિસ્તારો તેમજ ઉષ્ણ કટીબંધના વર્ષાઋતુવાળા જંગલોનો સફાયો થઇ ચૂક્યો છે. તેની જાણકારી મળી, એમેઝોન નદીના વિસ્તારોનું ધોવાણ શરૂ થઇ ચુક્યું છે. પરંતુ હવે લોકો જાગૃત બન્યા છે. વનોનું સંરક્ષણ કરવાનું શરૂ કર્યં છે. એક મોટી આ અંગેની ચળવળ ઉપડી છે. બ્રાઝિલ દેશની સરકારે પણ હવે એમેઝોનના જંગલ વિસ્તારને વધારવા તથા જાળવણી માટે આસપાસના વિસ્તારોમાં ઉપયોગમાં લેવાતા વાહનોમાં બાયોફ્યુલ જૈવિક બળતણોનું પ્રમાણ વધાર્યું છે જેથી વાહનોમાંથી બહાર ફેકાતા કાર્બન ડાયોકસાઇડ વાયુના પ્રમાણને ઘટાડી શકાય. બાનકી મૂનનું કહેવું છે આપણે ગ્લોબિંગ વોર્મિગ વૈશ્વિક તાપમાન વધતું જાય છે તે બાબતે ઘણા નિષ્ક્રિય રહ્યા તેમજ છેલ્લા ૧૫૦ વર્ષમાં જે રીતે ઔધોગિકરણ થયું, પેટ્રોલિયમ તેલ તેમજ કોલસા જેવા બળતણના વિપુલ પ્રમાણમાં ઉપયોગને કારણે કાર્બનડાયોક્સાઇડ નાઇટ્રોજનના ઓક્સાઇડો, મિથેન અને ક્લોરોફમો કાર્બન જેવા ગ્રીન હાઉસ ગેસીસ ને કારણે આજે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પરંતુ એટલું યાદ રાખવું જરૂરી છે કે ગ્લોબલ વોર્મિગ કોઇ સરહદને ઓળખતું નથી તેની અસર સમગ્ર વિશ્વમાં થાય છે. એટલે તેનો ઉકેલ પણ વૈશ્વિક રીતે હોવો જોઇએ. આથી આ બાબતે ગંભીરતા પુર્વક વિચાર અને કાર્યો કર્યા વગર ચાલે તેમ નથી.
આજે ગ્લોબલ વોર્મિંગ માટે મુખ્ય જવાબદાર રાષ્ટ્રો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, જાપાન અને કેનેડા છે. વિશ્વને વધારે પડતા પેટ્રોલિયમ અને ડિઝલને રવાડે ચડાવી દીધા તેને કારણે વાતાવરણમાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ વિપુલ પ્રમાણમાં વધારી દીધું. અમેરિકામાં તો નાગરિક દીઠ ૨૦ ટન જેટલા પ્રમાણમાં વાતાવરણમાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ વધારે છે. આજે વિશ્વ ગ્લોબલ વોર્મિંગ માટે જે પરિસ્થિતિ સર્જાણી છે તેના આ જવાબદાર રાષ્ટ્રો વિશ્વના પર્યાવરણ ક્ષેત્રે જેટલું નુકશાન પહોંચાડ્યુ છે તેટલું વિશ્વના બધા દેશોએ મળીને પણ પહોચાડ્યું નથી. આથી પર્યાવરણને સંતુલન રાખવા તેમજ પર્યાવરણને ભોગે વિકાસ નહીં એવા વિકાસ કરવા માટે અને ફરી પર્યાવરણને સંતુલિત રાખવાના પ્રયાસો સંબંધે આજથી ૧૦ વર્ષ પહેલા જાપાનમાં ક્યોટો શહેરમાં પર્યાવરણ સંમેલન યોજનયું હતું. જેમાં ૧૭૨ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. તેમાં ૨૦૦૭ થી ૨૦૧૨ વચ્ચેના ગાળામાં વિશ્વમાં ગ્રીનહાઉસ ગેસોનું ઉત્પાદન માટેની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. ૩૭ સર્મદ્ધ દેશોએ તેમનું ગ્રીનહાઉસ ગેસોનું નિષ્કીશન ચોક્કસ લેવલ સુધી ઘટાડવા માટેનું લક્ષાંક નક્કી કર્યું હતું. બીજા ૧૩૫ વિકાસશીલ દેશોએ કયોટો કરાર સહી કરી હતી. પરંતુ ગ્રીન હાઉસ ગેસના નિષ્કીશન ઘટાડવા બાબતે કોઇ જવાબદારી સ્વીકારી નહોતી. વિશ્વ સ્તરે આ યુનો દ્વારા યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેશન ઓન કલાઇમેન્ટ ચેઇન્જ (યુએનએફસીસીસી) સંસ્થા રચી છે. તેમણે બનાવેલા કાયદાઓ સભ્ય દેશોએ માનવા પડે. આ સંસ્થા નીચે એક પેટા સંસ્થા ઇન્ટર ગવર્મેન્ટ પેનલ ઓન કલાઇમેટ ચેન્જ (આઇપીસીસી)ની રચના કરી તાજેતરમાં તેમને વિશ્વ શાંતિ માટેનું સહિયારું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું છે. આ સંસ્થાના વડા રાજેન્દ્ર પચૌરી ભારતના હોવાથી ભારતની પ્રજા ગર્વ અનુભવી રહી છે. તેનું કાર્ય હવામાનના થતા ફેરફારોની અસર અંગેના સંશોધનો કરવાના તથા તેના ઉપયોગના સંદર્ભમાં વિશ્વના દેશોને અવગત કરવાના કાર્યો કરે છે.
અત્યારે તો એ વાત ચોક્કસ છે કે જે હવામાનમાં વિચિત્ર ફેરફારો થઇ રહ્યા છે તેમાં સમુદ્રી તુફાનો, વધુ પ્રમાણમાં વરસાદ તેમજ સમુદ્રની સપાટીનું સ્તર વધતું જાય છે તેને કારણે જે ખાના ખરાબી થશે તે વિચારો કંપારી ઉત્પન્ન કરે તેમ છે. આ બધાનું કારણ વૈશ્વિક તાપમાનમાં થતો વધારો છે. જેને કારણે હવામાનમાં ફેરફારો જોવા મળે છે. આપણે સૌ આ અંગે જાગૃત રહેવું પડશે.