હોમ
સોજો-મૂઢ માર
-
કડવા લીમડાના પાન બાકીને સાધારણ ગરમ હોય ત્યારે સોજા પર બાંધવાથી સોજો ઉતરે છે.
લવિંગ વાટી તેનો લેપ સોજા ઉપર ચોપડવાથી સોજો ઊતરે છે.રાઈ અને સંચળ વાટીને લેપ કરવાથી સોજો ઊતરે છે.હળદર અને કળી ચૂનાનો લેપ કરવાથી મૂઢમારનો સોજો ઊતરે છે.વાગવાથી કે મચકોડાવાથી આવેલો સોજો હળદર અને મીઠાનો લેપ કરવાથી મટે છે.તલ અને મૂળા ખાવાથી સોજો મટે છે.તાંદળજાના પાનનો લેપ કરવાથી સોજો મટે છે.ધાણાને લોટની સાથે મેળવી તેનો લેપ કરવાથી સોજો મટે છે.આમલીનાં પાન અને સિંધવ-મીઠું વાટી તેનો ગરમ લેપ સોજા પર કે ઝલાઈ ગયેલા સાંધા પર ચોપડવાથી સોજો ઊતરે છે.મૂઢમાર કે મચકોડાયેલા હાડકાં પર આમલીને આવળાનાં પાનનો લેપ કરી લગાડવાથી સોજો ઊતરે છે.શિંગોડાની છાલ ઘસીને લેપ કરવાથી સોજો ને દુઃખાવો મટે છે.લસણ, હળદર અને ગોળને મેળવીને તેનો લેપ મૂઢમાર પર કરવાથી આરામ મળે છે.સરસિયા કે તલના તેલમાં થોડો અજમો નાખી તેલ ગરમ કરી તેલનું સંધિવાના સોજા પર માલિશ કરવાથી આરામ થાય છે.મીઠું લસોટીને ચોપડવાથી સોજો ઊતરી જાય છે.તુલસીનાં પાનને પીસીને સોજા પર લગાડવાથી સોજો ઊતરી જાય છે.જાયફળને સરસિયાના તેલમાં મેળવીને સાંધાનો સોજા પર લેપ કરવાથી જકડાયેલા સાંધા છૂટા થઈ સોજા મટે છે.મૂઢમાર કે મોચ પર લોહચુંબકનો સાઉથ પોલ મૂકવાથી તરત જ આરામ થાય છે. લોહચુંબક લાકડી જેવું બ્લોક આકારનું હોવું જોઈએ અને નોર્થ પોલ શરીરના બીજા ભાગને અડે નહિ તેની કાળજી લેવી.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com