-
ખજૂરની એક પેશી ચોખાના ઓસામણ સાથે મેળવી, ખૂબ વાટી તેમાં થોડું પાણી મેળવીને નાનાં બાળકોને બે ત્રણ વખત આપવાથી નબળાં, કંતાઈ ગયેલાં બાળકો હ્રષ્ટપુષ્ટ ભરાવદાર બને છે.એક ચમચી પાલખની ભાજીનો રસ લઈ મધમાં ભેળવી રોજ પાવાથી સુકલકડી બાળકો શક્તિશાળી બને છે.પાકાં ટામેટાંનો તાજો રસ નાનાં બાળકોને દિવસમાં બે-ત્રણ વાર પાવાથી બાળકો નીરોગી અને બળવાન બને છે.બાળકોને તલ ખવડાવવાથી બાળકો રાત્રે ઊંઘમાં પેશાબ કરતાં હોય તો અટકે છે અને શરીર પુષ્ટ બને છે.તુલસીનાં પાનનો રસ પાંચથી દસ ટીપાં પાણીમાં નાખીને રોજ પીવડાવવાથી બાળકના સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે અને બાળક જલદી ચાલતાં શીખે છે.કાંદો અને ગોળ રોજ ખવડાવવાથી બાળકની ઊંચાઈ વધે છે.દૂધ પિવડાવતાં પહેલાં ટામેટાંનો એક ચમચી રસ પીવાથી, બાળકોને થતી દૂધની ઉલટી મટે છે.હળદર નાખી ગરમ કરેલા દૂધમાં સહેજ મીઠું ને ગોળ નાખીને પાવાથી બાળકોની શરદી, કફ અને સસણી મટે છે.લસણની એક કે બે કળી દૂધમાં પકાવી, ગાળી દૂધ પાવાથી બાળકોની મોટી ઉધરસ (હડખી ઉધરસ) મટે છે.ધાણા અને સાકરને ચોખાના ઓસામણમાં પાવાથી બાળકોની ઉધરસ અને શ્વાસ મટે છે.નાગરવેલનાં પાનને દિવેલ ચોપડી, સહેજ ગરમ કરી, નાના બાળકની છાતી પર મૂકી, ગરમ કપડાથી હળવો શેક કરવાથી બાળકનો કફ છૂટો પડી જાય છે.લસણની કળીઓને કચડી, પોટલી બનાવી, બાળકના ગળામાં બાંધી રાખવાથી બાળકની કાળી ખાંસી (હુકિંગ કફ-હેડકી ઉધરસ) મટે છે.બાળકની છાતી કફથી ભરાઈ ગઈ હોય તો તુલસીનાં પાનનો રસ મધમાં મેળવી બે-ત્રણ વાર પાવાથી તુલસીના રસને ગરમ કરી છાતી, નાક તથા કપાળે લગાડવાથી શરદી અને કફમાં ખૂબ રાહત મળે છે.છાશમાં વાવડિંગનું ચૂર્ણ પાવાથી નાનાં બાળકોના કરમિયા મટે છે.મધમાં કાળીજીરીનું ચૂર્ણ ચટાડવાથી બાળકોના કરમિયા મટે છે.એક ચમચી કાંદાનો રસ પાવાથી ખાતાં અન્ન બાળકોનાં કરમિયા મટી જાય છે.ગ્લુકોઝ મેળવેલા પાણીમાં લીંબુ નીચોવી બબ્બે ચમચી દિવસમાં ચાર વખત પાવાથી બાળકના શરૂઆતના દાંત ખૂબ જ સરળતાથી આવે છે અને ઝાડા થતા નથી.બાળકોના પેઢાં પર નરમાસથી મધ અને સિંધવ-મીઠું ભેળવી ઘસવાથી બાળકને સહેલાઈથી દાંત આવે છે.દાંત આવે ત્યારે પાણી જેવા ઝાડા થતા હોય તો જાવંત્રીને તાવડી પર શેકી પાઉડર કરી મધ સાથે માતાના દૂધમાં આપવાથી ઝાડા મટે છે.દાંત આવે ત્યારે પાણી જેવા ઝાડા થતા હોય તો મકાઈના ડોડામાંથી દાણા કાઢી લીધા પછી મકાઈના ડોડાને બાળી તેની ભૂકી (એક કે બે વાલ જેટલી) પાણી કે છાશમાં પાવાથી ઝાડા બંધ થઈ જાય છે.દાંત આવે ત્યારે આંખ આવી હોય તો ફુલાવેલી ફટકડીને ગુલાબજળમાં મેળવી આંખમાં ટીપાં નાખવાં તથા ફટકટીના નવશેકા પાણીથી આંખ ધોવાથી આરામ થાય છે.બાળકોને ગાજરનો રસ પિવડાવવાથી દાંત નીકળવામાં સરળતા થાય છે અને દૂધ પણ સારી રીતે પચે છે.તુલસીનાં પાનનો રસ મધમાં મેળવીને પેઢા પર ઘસવાથી બાળકના દાંત તકલીફ વગર સરળતાથી આવે છે.બાળકોને દાંત આવે ત્યારે લીંડીપીપરનું ચૂર્ણ અથવા ફૂલાવેલો ટંકણખાર મધમાં મેળવી મોઢા પર ઘસવાથી અને ટંકણખારનું ચૂર્ણ મધમાં ચટાડવાથી સરળતાથી પીડા વગર દાંત આવે છે.તાંદળજાનો રસ એક ચમચી ધાવણા બાળકને પાવાથી કબજિયાત મટે છે.
એક શેર પાણીને ખૂબ ઉકાળી, તેમાં પાંચ તોલા કાંદાની છીણ નાખી, ઠંડું થયા બાદ ગાળી, તેમાંથી એક ચમચી પાણી લઈને તેમાં પાંચ ટીપાં મધ મેળવી પાવાથી બાળક ઘસઘસાટ ઊંઘે છે.સફેદ કાંદાને કચરીને સૂંઘાડવાથી બાળકોની આંચકી-તાણમાં ફાયદો થાય છે.બાળકને ચૂંક આવતી હોય તો ડૂંટી પર હિંગ ચોપડવાથી વાછૂટ થઈ આરામ થાય છે.જાયફળ અને સૂંઠને ગાયના ઘીમાં ઘસીને તેનો ઘસરકો ચટાડવાથી બાળકને શરદીને લીધે થતા ઝાડા મટે છે.નાગરવેલના પાનના રસમાં મધ મેળવીને ચટાડવાથી વાછૂટ થઈ નાનાં બાળકોનો આફરો-અપચો મટે છે.બાળકને પેટમાં દુઃખે ત્યારે તેના પેશાબને પેટ ઉપર ચોપડવાથી લાભ થાય છે. નાના બાળકને છાશ પિવડાવવાથી દાંત નીકળવામાં તકલીફ થતી નથી.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com