હોમ
શ્રી રવિશંકર મહારાજ
-
ગુજરાતની ગ્રામીણ પ્રજાના ભેરુ, મૂક સેવક શ્રી રવિશંકર મહારાજનો જન્મ તા. ૨૫-૨-૧૮૮૪ના રોજ ખેડા જિલ્લાના એક ગામમાં થયો હતો. મહારાજ નાનપણથી જ નિર્ભય. ભૂત જોવા મધરાતે સ્મશાનમાં જવું, લડતા પાડાને લાકડી વડે છૂટા પાડવા, બહારવટિયાની શોધમાં એકલા ઘૂમવું એ તો મહારાજને માટે રમત વાત. તેમનું શાળાકીય ભણતર તો સાત ચોપડી જેટલું જ હતું પણ નાનપણથી જ તેમનામાં અન્યાયનો પ્રતિકાર કરવાની તેમ જ સેવા કરવાની વૃતિઓ બીજરૂપે પડી હતી, જે સમય જતાં મોટા વટવૃક્ષરૂપે પાંગરી હતી. કુદરતી આફતો કે મહામારી વખતે લોકોની સેવા કરવામાં તેઓ હંમેશા મોખરે રહ્યા હતા. કોમી હુલ્લડ વખતે હિન્દુ-મુસ્લિમ લતાઓમાં નિર્ભય થઈને ફરતા અને ભાઈચારો સ્થાપવાનો પ્રયાસ કરતા. ગુજરાતના અલગ રાજ્યની રચના થતાં ગુજરાત રાજયનો શુભારંભ તેમના હસ્તે થયો હતો. શ્રમ, સાદાઈ અને સંયમ એ મહારાજના જીવનનાં ત્રણ મુખ્ય ગુણો હતા. તેઓ ચેતવણીરૂપે કહેતા “હવે નો જમાનો પરિશ્રમનો આવે છે, પરિશ્રમ નહીં કરે તે ભૂખે મરશે.” હરહંમેશ બીજાના ખપમાં પોતાનું જીવન સમર્પિત કરનાર પૂજ્ય રવિશંકર દાદાનું ઈ. ૧૯૮૪માં શતાબ્દિ આયુષ્ય ભોગવીને નિધન થયું. જેમની સાથે ખોળિયું અદલબદલ કરવાનું ગાંધીજીને પણ મન થયેલું એવા કળિયુગના ઋષિના જેમણે દર્શન કર્યા તે સૌ કોઈ પાવન થઈ ગયા.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com