હોમ
સરદારસિંહ રાણા
-
સૌરાષ્ટ્રની ધીંગી ધરા માંહ્યલા ઝાલાવાડના લીંબડી પાસેના કંથારિયામાં ઈસ. ૧૮૭૦માં સરદારસિંહનો જન્મ થયો. મહાત્મા ગાંધીજી સરદારસિંહની સાથે ભણતા અને તેમને ‘સદુભા’ કહીને બોલાવતા. અત્યંત સાધારણ સ્થિતિના આ માણસને લીંબડી રાજ્યે શિષ્યવૃત્તિ દ્વારા સારી મદદ કરી અને કાયદાના વધુ અભ્યાસ માટે લંડન ગયા. જ્યાં તેમની મુલાકાત સેનાપતિ શ્યામજી કૃષ્ણવર્મા સાથે થઈ. ત્યારબાદ તેમને કરવી હતી વકીલાત અને બની ગયા ઝવેરાતના સફળ અને કુશળ વેપારી. રાણાનું માનવું હતું કે, સશસ્ત્ર ક્રાંતિ કરવી હોય તો લશ્કરી તાલીમ જરૂરી છે. માતૃભૂમિની આઝાદી માટે બોંબ બનાવતા શીખ્યા. ફ્રાંસની સરકારે રાજદ્રોહનો આરોપ મૂકી તેમને જેલમાં મોકલી આપ્યા. સ્વતંત્ર ભારતના દર્શન કરવા તેઓ ૧૯૪૮માં ભારત આવ્યા. તેઓ ગાંધીજીને મળવા ગયા ત્યારે ગાંધીજીનો મૌન દિવસ હતો. આ નિયમનો પ્રથમવાર ભંગ કરીને તેમણે રાણા સાથે મન ભરીને ખૂબ વાતો કરી. મેડમ કામા સાથે ફરકાવેલ રાષ્ટ્રધ્વજ નહેરુને ભેટ આપ્યો. તેમને માતૃભૂમિ ભારત વ્હાલી હતી તેટલી જ કર્મભૂમિ પણ વ્હાલી હતી. ફ્રાંસ સરકારે તેમને મોટો ઈલકાબ આપ્યો હતો. તેમની તબિયત અસ્વસ્થ રહેતી. તેઓએ ભગવાન સોમનાથનાં દર્શનની ઈચ્છા થઈ ત્યાં જ ૨૫ મે ૧૯૭૫માં હ્વદયરોગનો હુમલો આવતા જ ભગવાન આસુતોષના ચરણોમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. સ્વાતંત્ર્ય સંગ્રામની અર્ધશતાબ્દીના અધ્યક્ષ શ્રી રાણા આ જ સ્વાતંત્ર્ય સંગ્રામના શતાબ્દી વર્ષે જ સ્વર્ગે સીધાવ્યા. વિધિનો કેવો યોગ?
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com