હોમ
દીવાન કૃષ્ણલાલ ત્રિવેદી
-
પ્લેગના દર્દીઓની સેવા કરી પ્રજા તરફથી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર દીવાન કૃષ્ણલાલ ત્રિવેદીનો જન્મ સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું ગામ ધોધામાં થયો હતો. ગરીબ સ્થિતિની દશાનો પાર પામી ગયેલા કિશોર કૃષ્ણલાલે વધુ ભણવાનો દ્દઢ નિરધાર કર્યો. ગરીબ સ્થિતિની દશાનો પાર પામી ગયેલા કિશોર કૃષ્ણલાલે વધુ ભણવાનો દ્દઢ નિરધાર કર્યો. મેટ્રિકની પરીક્ષા ઉત્તીર્ણ થયા કે તુરત જ કલાર્ક તરીકેની નોકરી સ્વીકારી, સાથે સાથે કાયદાનો અભ્યાસ ચાલુ રાખી વકીલાતની પરીક્ષા પાસ કરી. કર્તવ્યનિષ્ઠાના પરિપાકરૂપે તેઓ ભાવનગર મ્યુનિસિપાલટીના કમિશનર થયા. અચાનક ભાવનગર પર પ્લેગના રોગની આફત ઉતરી આવી. પ્રજા સ્થળાંતર કરવા લાગી. કૃષ્ણલાલ ઘેર ઘેર ફરી પ્લેગના દરદીઓની સારવાર કરી તેમના આ માનવીય અને સાહસભરી સેવાથી પ્રજાજનોની પ્રસન્નતાનો કોઈ પર રહ્યો નહીં. તેમની આ નિ:સ્વાર્થ સેવાની કદરરૂપે નગરજનો તરફથી સુવર્ણચંદ્રક અર્પણ કરાયો. પોતાની કાર્યનિષ્ડાની ખ્યાતનામ થયેલા શ્રી ત્રિવેદીને જસદણના રાજ્યે મુખ્ય દીવાન તરીકે પંસદ કર્યાં. દરમિયાન રાજ્યમાં દુષ્કાળરૂપી આફતનાં ઓળાં ઉતરી આવ્યા. ફરી પ્રજા સેવામાં લાગી ગયા અને રાજની રૈયતને પ્રાણ ફૂંકીને બેઠી કરી. તેઓમાં વિધા તરફ ઊંડી અભિરુચિ હતી. કોઈપણ કાર્ય સંભાળવા તત્પર રહેતા અને સંભાળ્યા પછી પોતાની ઉજ્જવળ છાપ છોડી જતા. જેને સૌ કોઈ ઉદાહરણ તરીકે યાદ કરતા. પુરુષાર્થનો પુણ્યપ્રતાપ પાથરી આ પ્રભાવશાળી પુરુષે ૨૭-૧-૧૯૫૦ના રોજ ચિરવિદાય લીધી. તેમનું સૂત્ર હતું “દ્રઢ નિશ્ચયથી ખંતપૂર્વક કામ કરો.”
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com