હોમ
ચાંપશીભાઈ ઉદ્દેશી
-
સાહિત્યિક સામાયિક પ્રગટ કરવાનો આતશ જેમનામાં હતો તેવા ગુજરાતના વિખ્યાત પત્રકાર ચાંપશીભાઈ ઉદ્દેશીનો જન્મ તા. ૨૪-૪-૧૮૯૨ના રોજ થયો હતો. મેટ્રિકમાં નાપાસ થવાથી કલકત્તામાં સામાન્ય નોકરી સ્વીકારી લીઘી. પરંતુ તેમના મનમાં એક શિષ્ટ અને સાંસ્કારિક સામાયિક પ્રગટ કરવાની ઝંખના હંમેશાં થયા કરે. આખરે એમણે ‘નવચેતન’શરૂ કર્યું. ‘નવચેતન’ માસિકને ટકાવી રાખવા, સમૃદ્ધ કરવા જ સદા સર્વદા મશગૂલ રહેતા. તેને ખાતર તેમણે અત્યંત મુસીબતો વેઠી, છતાં ‘નવચેતન’ ના ઉત્કૃષ્ટ પ્રકાશનને જીવનમંત્ર બનાવી જીવનના અંત સુધી કર્તવ્ય નિભાવ્યું. ત્રણ દાયકા સુધી કલકત્તામાંથી પ્રગટ કરીને પાછળથી ચાંપશીભાઈ અમદાવાદ આવતા ત્યાંથી જ પ્રગટ થવા લાગ્યું. આવું શિષ્ટ સામાયિક સતત ચાલતું રહે તેની પાછળ એને સાહિત્યના લગાવ સિવાય બીજું શું હોય શકે? ગુજરાતી રંગભુમિ પર રજૂ કરી શકાય તેવા તેવા પાંચેક નાટકો પણ તેમણે લખ્યા હતા. ઉપરાંત ફિલ્મ અને ક્રિકેટનો જબરો શોખ હતો. એમની બે કથાઓ પરથી ફિલ્મ પણ ઊતરી હતી. તેમની નિયમિતતા અને રસિકતાથી પ્રભાવિત થઈ ‘રેઈન્જર્સ કલબ’ નામની કલકત્તાની યુરોપિયન કલબે ચંદ્રક અર્પણ કરી બહુમાન કર્યું હતું. ઈ. ૧૯૪૭માં ચાંપશીભાઈએ પોતાની જીવનલીલા સંકેલ લીધી.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com