હોમ
અમૃત વસંત પંડ્યા
-
ભૂતકાળના સંશોધક અને બહુમુખી પ્રતિભા ધરાવતા શ્રી અમૃત વસંત પંડ્યાનો જન્મ ઈ. ૧૯૧૭માં જામનગરમાં થયો હતો. બચપણથી જ એમને પુરાણી હકીકતો ને પ્રાચીન વસ્તુઓ વિષે ઊંડો રસ હતો. પુરાતત્વ પર હિન્દી ભાષામાં તે લેખો પણ લખતા. લેખનપ્રવૃત્તિએ એમને ભારતવિખ્યાત બનાવ્યા. ‘સોમનાથ જિણોદ્વાર’ નિમિત્તે ઊભા થયેલા પુરાતત્વ ખાતાના તેઓ ડાયરેકટર પદે નિમાયા. નર્મદા ખીણાના પૌરાતાત્વિક સંશોધનના તે ભાગ લેતા રહેતા. ગુજરાત સાહિત્યસભાના મંત્રી તરીકે, એક સારા લેખક અને ચિત્રકાર તરીકે તથા ઉત્ખનન કાર્યના પ્રણેતા તરીકે તેમની સેવાઓ ગુજરાતને મળી છે. ઉપરાંત ભૂસ્તિર ખનિજ જ્ઞાનકોશના એક લેખક તરીકેની જવાબદારી પણ ઉપાડેલી. ગુજરાતને લગતો જે માહિતી ભંડાર એમણે એકલપંડે સંચિત કર્યો છે. એવો ભાગ્યે જ કોઈએ કર્યો છે. શ્રી પંડયાના મનમાં પુરાતત્વ સાથે સંકળાયેલી અનેક બબતો પર લખવાની હોંશ હતી, પરંતુ સ્થળ સ્થળના ખોરાક, પાણીની અસર એમની તબિયત પર થવા લાગી. છેવટે ઈ. ૧૮૭૫ની જુલાઈની ૧૮મી એ ચિર નિદ્રામાં પોઢી ગયા. આપકર્મે વિકસેલી આવી બહુમુખી ને પ્રેરક પ્રતિભા ગણીગાંઠી જ હોય છે. શ્રી પંડ્યા એવા એક પ્રતિભાવંત સંશોધક હતા.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com