સૌરાષ્ટ્ર સતી, સંત અને શૂર ગંગાસતીનો જન્મ પાલિતાણા પાસેના રાજપરા ગામે ઈ. ૧૮૪૬માં થયો હતો. ગંગાબાના લગ્ન રાજપૂત ગિરાસદાર શ્રી કહળસંગ ગોહિલ સાથે થયાં હતાં. કહળસંગ પોતે પણ એક ઉચ્ચ કોટીના અધ્યાત્મપુરુષ હતા. સિદ્ધિનો ઉપયોગ અને પ્રચાર, બંને ભજનમાં બાધા કરશે એમ કહળસંગ સમજી ગયા. પરિણામે તેમણે શરીરનો સ્વેચ્છાએ ત્યાગ કર્યો. શ્વસુરગૃહે સેવિકા તરીકે આવેલ પાનબાઈ ગંગાસતીના શિષ્ય બની ગયા.પાનબાઈનું અધ્યાત્મ શિક્ષણ એ જ ગંગાસતીના ભજનો. કહેવાય છે કે ગંગાસતીના રોજ એક ભજનની રચના કરતાં અને તે ભજન પાનબાઈને સંભળાવતા – સમજાવતા. આ રીતે આ ક્રમ બાવન દિવસ ચાલ્યો. બાવન દિવસમાં આધ્યાત્મિક શિક્ષણ ક્રમ પૂરો થયો અને ત્યાર પછી ૧૫-૩-૧૮૯૪ના રોજ ગંગાસતીએ અનેક સંતોભક્તોની ઉપસ્થિતિમાં સ્વેચ્છાએ સમાધિ મૃત્યુનું વરણ કર્યું. ગંગાસતીના માર્ગનું અનુસરણ કર્યું, ગંગાસતીના શરીર ત્યાગ પછી ત્રણ દિવસ બાદ પાનબાઈએ પણ શરીરનો ત્યાગ કર્યો અને ગંગાસતીના માર્ગનું અનુસરણ કર્યું, આ સંત ત્રિપુટી કોઈક અગમ અગોચર લોકમાંથી આ પૃથ્વીલોક પર અવરતરણ કર્યું હતું. ત્રણ માનવપુષ્પો ખીલ્યાં અને વિસર્જીત થયાં પણ મહેક છોડતાં ગયાં. ભક્ત બીજ પલટે નહીં, કોટિ જનમ કે અંત, ઉચ નીચ ઘર અવચરે, પણ રહે સંતનો સંત.