હોમ
સન્યાસ-ભગવા
-
આશ્રમના શરૂઆતના દિવસોની વાત છે. ત્યાં સ્વામી સત્યદેવ આવ્યા. દેશની આઝાદી માટે બાપુ જે કાર્ય કરી રહ્યા હતા, તે જોઈ તેઓ ખૂબ પ્રસન્ન થયા. એક દિવસ સ્વામીજી બાપુ પાસે જઈ કહેવા લાગ્યા, "હું આપના આશ્રમમાં દાખલ થવા માગું છું."
બાપુ કહે, "બહુ સારું. આશ્રમ તમારા જેવાને માટે જ છે. પણ આશ્રમમાં દાખલ થાઓ એટલે આપને આ ભગવાં કપડાં ઉતારવા પડશે."
આ સાંભળીને સ્વામી સત્યદેવજીને ઘણો આઘાત લાગ્યો. ગુસ્સે થયા પણ બાપુ આગળ પોતાનું દુર્વાસારૂપ બતાવી શક્યા નહોતા. તેમણે કહ્યું : "એ તો કેમ બને ? હું સંન્યાસી છું ને !"
બાપુએ કહ્યું : "હું સન્યાસ છોડવાનું નથી કહેતો. મારું શું કહેવું છે તે બરાબર સમજી લો."
પછી બાપુએ એમને શાંતિથી સમજાવ્યું, "આપણા દેશમાં ભગવાં કપડાં જોતાં જ લોકો તે
ઓઢનારની ભક્તિ અને સેવા કરવા મંડી પડે છે. હવે આપણું કામ સેવા લેવાનું નહીં, સેવા કરવાનું છે. આપણે લોકો જેવી સેવા કરવા માંગીએ છીએ તેવી સેવા તેઓ તમારાં આ
ભગવાને લીધે તમારી પાસેથી નહીં લે. ઉલ્ટા તમારી સેવા કરવા દોડશે. ત્યારે જે વસ્તુ સેવા
કરવાનાં આપણાં સંકલ્પની આડે આવે, તેને કેમ રાખીએ ? સંન્યાસ માનસિક વસ્તુ છે.
સંકલ્પની બાબત છે, બાહ્ય પોષાક સાથે તેનો શો સંબંધ ? ભગવાં છોડવાથી સંન્યાસ ઓછો જ છૂટે છે ?"
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved