હોમ
સાબરમતીના સંતની સાદગી
-
જનરલ કરિઅપ્પાના ભાઈ કુમારપ્પા ગાંધીજીને મળવા પહેલવહેલા આશ્રમમાં ગયા. ત્યાં
માથે ફાળિયું બાંધી એક ડોસો વાસીદું કાઢતો હતો, તેને તેમણે ગાંધીજીને ખબર આપવા કહ્યું. ડોસાએ પૂછ્યું, ‘કેટલા વાગ્યે મળવાનું ગાંધીજીએ રાખ્યું છે?‘ કુમારપ્પા ગુસ્સે થયા:‘તેનું તારે શું કામ ? તું તારે જઈને ખબર આપ. મળવાનું ચાર વાગ્યે રાખ્યું છે.‘ ડોસો
બોલ્યો, ‘પણ હજી તો સાડા ત્રણ જ થયા છે.‘ કુમારપ્પા ફરી છંછેડાયા : ‘પાછો ડાહ્યો થયો? જા, મારા કહ્યા મુજબ કર.‘ આથી ડોસો મૂંગો મૂંગો બીજા ખંડમાં ગયો અને થોડીવારે પાછા
આવી કહ્યું, ‘સાહેબ, બેસો. ગાંધીજી આપને ચાર વાગ્યે મળશે
કુમારપ્પા ગાદી પર બેઠા. બરાબર ચાર વાગે માથેથી ફાળિયું છોડી નાખી પેલા ડોસાએ પૂછયું ‘બોલો સાહેબ, શું કામ છે ? મને જ લોકો ગાંધી કહે છે.‘
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved