વ્હાલા ગુર્જરી વાંચકો.. ગુર્જરી.નેટ આમતો એક દાયકા કરતા પણ ઉમરમા નાનુ છે. અમારી નાની ઉંમરમા નાના મોઢે મોટી વાત થઇ જાય તો ક્ષમા આપશો. અહિ, ઉદેશ્ય કોઇને દોષ આપવાનો નથી. આતો અમારી વાત થી કદાચ અમો કોઇક પોઝીટીવ કિક લગાવી શકીયે તે માટે નો પ્રયાસ છે. આ ઉપરાંત, મારી ઉંમર ના યુવાનો (જેમા મારો પણ સમાવેશ થાય છે) , રોબેર્ટ કિઓસાકીની “Rich Dad, Poor Dad” કે સ્ટીફન કોવીની “7 Habits of Highly Effective People” થી પરિચિત છીએ- એટલુજ નહિ તેની વાતો ગર્વપૂર્વક મિત્રો સાથે શેર કરીએ છીએ. પણ “સત્ય ના પ્રયોગો” વાંચવાની વાત કયારેય વિચારી જ નહિ!
ગુર્જરી.નેટની પોઝીટીવીટીની પોલીસીને ધ્યાનમા લઇને કોઇને પણ દોષ દેવા કરતા આપણાથી બનતુ કરો, એ ન્યાયે ગુર્જરી.નેટના નવા જન્મમા ગાંધીજી ને લગતા સાહિત્ય માટે ફીકસ સ્થાન ઉભુ કરવુ તેવો નિર્ણય લેવાયો. આ ઉપરાંત, ગાંધીજી વિષે કે તેના પ્રદાન વિષે વાત કરવી એ સુરજ ની ઓળખાણ આપવા જેવુ અધરૂ કામ હોય, તેમા ઉંડા ન ઉતરતા ચાલો ગાંધી કોર્નર વિષે વાત કરીએ.
ગાંધી આમ જોઇએ તો બે અક્ષર નુ નામ, પણ સાવ સામાન્ય રૂપમા અસામાન્ય પ્રતિભા. સત્ય અને અહિંસાના શસ્ત્રો થકિ, જાલીમ અંગ્રજોને જેણે મજબુર કરી દીધા એ પ્રતિભા લોજીકલ કરતા ઇમોશનલ વધુ હોવાની સાબિતિ છે. મિત્રો દિલના એક ખૂણામાં હોવુ એટલે કાયમ હોવુ. અમારા હાર્ટના એક કોર્નરમા ગાંધીજી સતત ધબકતા રહ્યા છે, એ વાતને તમારા સુધી પહોંચાડવા માટે ગાંધીજીનું સ્થાન કોર્નર પર રાખવામાં આવેલ છે. બસ આમ અમારા હાર્ટથી તમારા હાર્ટ સુધીની સફર વાયા ગાંધી કોર્નર.
ગાંધી યાત્રા, ગાંધી વિચારધારા, ગાંધીજી નુ જીવનચરીત્ર અને વધુ જાણવા માટેતો આપે સદેહ ગાંધી કોર્નર તમારા હાર્ટમા ઉભો કરીને ડાયરેકટ કનેકટ થવુ પડે.
-ભરત એમ. બારાઇ મેનેજિંગ એડીટર