હું કબુલ કરું છું, ‘પ્રકૃતિ તરફ પાછા વળો‘ વાક્યના અર્થને હું પૂરો સમજી
શક્યો નહોતો ; એ માટેની મારી ઈચ્છાના અભાવે નહીં પરંતુ મારા અજ્ઞાનના
કારણે. અને હવે હું ભારતના લાખો ગરીબોને અનુરૂપ એવી કુદરતી ઉપચારની
પદ્ધતિની રચના માટે પ્રયત્નશીલ છું. પૃથ્વી, પાણી, આકાશ, હવા અને
મહાઅવકાશના ઉપયોગમાંથી ઉત્ક્રાંત થતી આ ઉપચાર પદ્ધતિના પ્રચારમાં
મારી જાતને જોડવા પ્રયત્ન કરું છું. એ સ્વાભાવિક રીતે જ માણસને એવી
સમજ પ્રતિ દોરે છે કે બધા રોગોની એકમાત્ર દવા સાચા હ્રદયથી પોકારવામાં
આવતું ઈશ્વરનું નામ છે. જેને અહીં લાખો લોકો રામ અને બીજા લાખો
અલ્લાહના નામથી જાણે છે. હ્રદયપૂર્વકના આ નામ સ્મરણમાં કુદરતે મનુષ્ય
માટે બનાવેલા નિયમોના પહેચાન અને અનુસરણનો કૃતજ્ઞતાભર્યો ભાવ રહેલો
છે. સમજણની આ ગાડી મનુષ્યને એવા તારણ તરફ દોરે છે કે ઈલાજ કરતાં
અગમચેતી સારી. તેથી મનુષ્યે સ્વચ્છતાના નિયમો જેવાં કે મન, શરીરને
પર્યાવરણની સ્વચ્છતાના નિયમોની જાળવણી માટે આગળ આવવું જોઈએ.
- મહાત્મા ગાંધી