વેબસાઇટના ઉપયોગમાં બિનનિવાસી ભારતીયો મોખરે
મોટા ભાગે નોન – રેસિડેન્ટ ઇન્ડિયન (એન.આર.આઈ.)
ભારત સાથે સંકળાયેલા રહેવા માટે વેબસાઈટનો ઉપયોગ કરે છે. ઓનલાઇન
રિચર્સ કંપનીએ કરેલા સર્વે અનુસાર ૯૦ ટકાથી વધારે બિન નિવાસી ભારતીયો
દરરોજ વેબસાઈટનો ઉપયોગ કરે છે.
પશ્ચિમના દેશોમાં ત્રીજા ભાગના એનઆરઆઈ પોતાના ઘરેથી
જ વેબસાઈટનો ઉપયોગ કરે છે. જ્યારે બાકીના બિન નિવાસી ભારતીયો
તેમની ઓફિસમાં વેબસાઇટનો સર્ફ કરે છે. ખાડી દેશોમાં વસતા
એનઆરઆઈ સૌથી વધુ પ્રમાણમાં વેબસાઇટનો ઉપયોગ કરે છે. બિન
નિવાસી ભારતીયો સૌથી વધારે ભારતનાં સમાચાર જાણવા માટે વેબસાઇટનો
ઉપયોગ કરે છે. આ ઉપરાંત ભારતીય ભારતની રમત ગમત અને સંગીત
માટે વેબસાઇટનો વધારે ઉપયોગ કરે છે.
ફ્રેન્ડશીપ, ડેટિંગ, લગ્ન વિષયક માહિતી માટે માત્ર ૧૨ ટકા
એનઆરઆઇ વેબ સર્ફિંગ કરે છે. ખાડી દેશોમાં વસતા એનઆરઆઈ માટે
તેમનું કુટુંબ મહત્વનું છે અને તેથી તેઓ સૌથી વધારે ભારતની માહિતી
મેળવવા ઉત્સુક હોય છે. ખાડી દેશોમાં વસતા એનઆરઆઇ તેમના સગા
વહાલાંઓ અને મિત્રો માટે સીડી, ડીવડી, પુસ્તકો મેગેઝિન સહિતની ગિફટ
આઈટમ ખરીદવા માટે પ્રતિમાસ ૫૦૦ ડોલર (રૂ.૨૦,૦૦૦)નો ખર્ચ કરે છે.
આ વાત પરથી તેમના પરિવાર પ્રેમની સાબિતી મળે છે. દર ત્રણે માત્ર એક
એનઆરઆઈ ભારતીય પ્રોડક્ટ કે સેવાની ઓનલાઇન ખરીદી કરે છે.
પશ્ચિમના દેશોમાં વસતા એનઆરઆઇમાં આ પ્રમાણ દર બે એનઆરઆઇએ ૧
નું છે.