જીવન ખાવા માટે નથી પરંતુ ખોરાક જીવન માટે છે.સ્વાદ ખાતર અભક્ષ્ય ઓહિયા કરતા નહીં. પરંતુ ઔષધની જેમ આહાર પણ યોગ્તાની એરણ પર પારખીને જ અંગીકાર કરવાનો છે.ભૂખ વગર કંઈ પણ ખાવું નહીં.જ્યારે ભોજન કરો ત્યારે અર્ધું પેટ આહાર માટે, પા ભાગનું પાણી માટે અને પા ભાગનું હવા માટે રાખવાનું. અર્ધું નહીં તો પોણાથી વધુ પેટ તો કદી ન ભરવું.મસાલા, મિઠાઈઓ, તળેલી – વઘારેલી ચીજોનો સદંતર બહિષ્કાર.પોતાની પ્રકૃતિને અનુકૂળ રહે અને જલ્દી પચી જાય તેવો આહાર લેવો.આહારમાં શાકભાજી વિશેષ પ્રમાણમાં લેવા.બે ટંકથી વધુ ભોજન ન કરવું.સવારના જલપાનમાં માત્ર દૂધ-છાશ જેવાં હળવાં પીણાં લેવા.ખૂબ ચાવીને અને પ્રસન્નચિત્તથી ઈમાનદારીની કમાણીનું ભોજન કરવું.